BCCIએ ભારતીય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરીઃ આ બે ખેલાડીની વાપસી

મુંબઈ, 21 એપ્રિલ, 2025: BCCIએ ભારતીય ખેલાડીઓ માટે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ નવા કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. BCCI announces central contracts for Indian players મહત્ત્વની વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ફરીથી વાપસી થઈ છે. આ સાથે ઘણા ખેલાડીઓને પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. ભારતના પુરુષ ક્રિકેટરો માટે આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025 સુધીના સમયગાળા માટે છે.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
BCCI announces annual player retainership 2024-25 – Team India (Senior Men)#TeamIndia
Details 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho
— BCCI (@BCCI) April 21, 2025
34 ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચવામાં આવ્યા
BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં 34 ખેલાડીઓને ચાર ગ્રેડમાં વિભાજિત કર્યા છે. દરેક ખેલાડીને તેમના ગ્રેડ મુજબ BCCI તરફથી વાર્ષિક રકમ આપવામાં આવશે. સૌથી વધુ A+ ગ્રેડના ખેલાડીઓને 7 કરોડ રૂપિયા મળશે. A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા, અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે.
BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના A+ ગ્રેડમાં 4 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. આ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. A ગ્રેડમાં 6 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંતના નામ છે.
નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં B ગ્રેડમાં શ્રેયસ ઐયરની વાપસી જોવા મળી છે. શ્રેયસ ઉપરાંત આ ગ્રેડમાં સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ સામેલ છે.
C ગ્રેડમાં કુલ 19 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં ઈશાન કિશનનો પણ સમાવેશ થાય છે. ઈશાન કિશન ઉપરાંત આ ગ્રેડમાં રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાના નામ સામેલ છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં મે મહિનામાં બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












