ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વાંદરાનું બચ્ચું ભીષણ ગરમીથી થયું બેભાન, પોલીસ કોન્સ્ટેબલે બચાવ્યો જીવ, જૂઓ વીડિયો

Text To Speech

બુલંદશહેર, 26 મે: ઉત્તર પ્રદેશમાં પણ ગુજરાત જેવી જ ભીષણ ગરમી પડી રહી છે. જેની અસર માત્ર માણસોને જ નહીં પરંતુ પ્રાણીઓ પર પણ પડી રહી છે. તાજેતરનો મામલો બુલંદશહેરથી પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વાંદરાનું બચ્ચું ગરમીને કારણે બેભાન થઈ ગયું હતું. જો કે, યુપી પોલીસનો એક કોન્સ્ટેબલ આ વાંદરાના બચ્ચા માટે દેવદૂત બનીને આવ્યો અને બચ્ચાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો યુપી પોલીસ જવાનોના વખાણ કરી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

બુલંદશહેર છતરી પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મી વિકાસ તોમરે કાળઝાળ ગરમીમાં વાંદરાના બચ્ચાનો જીવ બચાવીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ખરેખર, છતરી પોલીસ સ્ટેશન પરિસરમાં ગરમીના કારણે એક વાંદરાનું બચ્ચું બેભાન થઈ ગયું હતું. કોન્સ્ટેબલ વિકાસ તોમરે વાંદરાના બચ્ચાના હૃદયને પમ્પીંગ કરીને પાણી આપ્યું હતું. સૈનિકની આ સતર્કતાને કારણે વાંદરાના બચ્ચાનો જીવ બચી ગયો હતો અને તે ફરીથી હોશમાં આવી ગયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

અહીં જૂઓ વીડિયો:

 

વાસ્તવમાં વાંદરાનું બચ્ચું ઝાડ પર બેઠેલું હતું પરંતુ ગરમીને કારણે તે અચાનક બેભાન થઈ ગયું અને નીચે પડી ગયું. કોન્સ્ટેબલ વિકાસ તોમરની બુદ્ધિમત્તાને કારણે વાંદરાના બચ્ચાનો જીવ બચી ગયો હતો. વિકાસ તોમર કહ્યું કે, “આ અમારા માટે માનવતાની વાત છે. આકરો તાપ છે જેના કારણે સામાન્ય જનતા તેમજ પશુ-પક્ષીઓ પરેશાન છે. હું તમામ લોકોને પશુ-પક્ષીઓ માટે પાણી અને અનાજ આપવાની અપીલ કરું છું. આવી ગરમીમાં માણસ હોય કે પશુ-પક્ષી હોય પાણીની દરેકને ખૂબ જ જરૂરિયાત હોય છે. તમારા ઘરની બહાર અને ઝાડ નીચે પશુ-પક્ષીઓ માટે પાણી જરુરથી મુકજો.”

આ પણ વાંચો: Cyclone Remal: મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાતી તોફાન ‘રેમલ’

Back to top button