ટ્રેન્ડિંગવર્લ્ડ

અલી ખામેનેઈના જનાજામાં ત્રણ પુત્રો હાજર, નવા લીડર મોજતબા ખામેનેઈની ગેરહાજરીથી લોકો અચરજમાં

તેહરાન: ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈને અંતિમ વિદાય આપવા માટે રવિવારે તેહરાનની સડકો પર લાખો લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર દેશમાં એક સપ્તાહના રાજકીય શોક વચ્ચે યોજાયેલા જનાજામાં દેશના ટોચના નેતાઓ, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા. જોકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક ગેરહાજરીએ સૌથી વધુ ચર્ચા જગાવી હતી અને તે હતા નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ જાહેરમાં જોવા મળ્યા નહોતા.

ત્રણ પુત્રો રહ્યા હાજર

ઈરાનના સરકારી ટેલિવિઝન પર પ્રસારિત દૃશ્યોમાં અલી ખામેનેઈના ત્રણ પુત્રો મુસ્તફા ખામેનેઈ, મીસમ ખામેનેઈ અને મસૂદ ખામેનેઈ પોતાના પિતાના તાબૂત પાછળ ઉભા જોવા મળ્યા હતા. તેહરાનના યોજાયેલા જનાજામાં તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે હાજર રહ્યા હતા.

મોજતબા ખામેનેઈ ક્યાં?

અલી ખામેનેઈના અનુગામી અને નવા સુપ્રીમ લીડર તરીકે જોવામાં આવતા મોજતબા ખામેનેઈની ગેરહાજરીએ અનેક અટકળોને જન્મ આપ્યો છે. તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અથવા અન્ય કોઈ કારણસર તેઓ જાહેરમાં ન દેખાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે ઈરાની સત્તાવાળાઓએ તેમની ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.

દેશના ટોચના નેતાઓ રહ્યા હાજર

જનાજામાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન, સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના કમાન્ડર-ઇન-ચીફ અહમદ વાહિદી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભાવુક બન્યા પરિવારજનો

જનાજાના દૃશ્યોમાં અલી ખામેનેઈના પુત્ર મસૂદ ખામેનેઈ અત્યંત ભાવુક દેખાયા હતા. તેઓ ફિલિસ્તીન સાથેની એકતાનું પ્રતિક માનવામાં આવતા કેફિયેહ સ્કાર્ફથી પોતાની આંખોના આંસુ લૂછતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ભરત તિવારી એન્કાઉન્ટર કેસ: 9 જુલાઈ સુધી ધરપકડ નહીં થાય તો માતા કરશે આમરણ ઉપવાસ
Back to top button