અમેરિકામાં યહૂદી ધાર્મિક સ્થળ પર હુમલો: ટ્રક લઈને ઘુસ્યો ગનમેન, સુરક્ષાકર્મીઓએ મોતને ઘાટ ઉતાર્યો

અમેરિકા, 13 માર્ચ 2026: Attack on Jewish religious site in America : United States ના Michigan રાજ્યમાં યહૂદી ધાર્મિક સ્થળ પર હુમલાની ઘટના સામે આવી છે. એક ટ્રકમાં સવાર ગનમેન અચાનક ધાર્મિક સ્થળમાં ઘુસી ગયો હતો. જોકે સુરક્ષાકર્મીઓએ તરત કાર્યવાહી કરીને ગોળીબારી કરી, જેમાં હુમલાખોર માર્યો ગયો. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.
ટ્રક લઈને ધાર્મિક સ્થળમાં ઘુસ્યો હુમલાખોર
માહિતી મુજબ રાઇફલથી સજ્જ હુમલાખોરે Temple Israel Synagogue ખાતે પોતાની ટ્રક ઘુસાડી દીધી. આ સિનાગોગ Detroit નજીક આવેલું છે અને અમેરિકાના મોટા યહૂદી પ્રાર્થના સ્થળોમાંનું એક માનવામાં આવે છે.
સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને જોયા બાદ તરત ગોળીબારી કરી. આ દરમિયાન ટ્રક દિવાલ સાથે અથડાઈ ગઈ અને તેમાં આગ લાગી. ઘટનાસ્થળે જ હુમલાખોરનું મોત થયું.
FBI personnel are on the scene with partners in Michigan and responding to the apparent vehicle ramming and active shooter situation out of Temple Israel Synagogue in West Bloomfield Township, Michigan. @FBIDetroit
— FBI Director Kash Patel (@FBIDirectorKash) March 12, 2026
FBI કરી રહી છે તપાસ
આ મામલે Federal Bureau of Investigation (FBI) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. FBIના ડેટ્રોઇટ ફીલ્ડ ઓફિસની ખાસ એજન્ટ Jennifer Runyan એ આ ઘટનાને “ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ” ગણાવી છે.
તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના યહૂદી સમુદાયને નિશાન બનાવતી હિંસક કાર્યવાહી હોઈ શકે છે.
અન્ય કોઈની ધરપકડ નહીં
Oakland County ના શેરીફ Mike Bouchard એ જણાવ્યું કે હાલમાં સુધી આ કેસમાં અન્ય કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
તે જ સમયે FBIના ડિરેક્ટર Kash Patel એ જણાવ્યું કે “વાહન દ્વારા અથડામણ અને ગોળીબારી”ની ઘટનાને ધ્યાનમાં રાખીને અધિકારીઓ સ્થળ પર હાજર છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલુ છે.
આ ઘટના પછી સ્થાનિક યહૂદી સમુદાયમાં ચિંતા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે, જ્યારે સુરક્ષા એજન્સીઓ હુમલાની પાછળના કારણો અને સંભવિત સાજિશની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાન પર પાકિસ્તાને કરી મોટી એરસ્ટ્રાઈક, કાબુલ-કંધાર સહિત કેટલાય શહેરોને ટાર્ગેટ બનાવ્યા











