શું તમે તમારા પ્રાઈવેટ પાર્ટની યોગ્ય રીતે સફાઈ કરો છો?

દેશના જાણીતા સેક્સોલોજીસ્ટ ડૉ. પારસ શાહ તરફથી મહિલા અને પુરુષ બંને માટે લાભદાયી થાય તેવી જરૂરી ટિપ્સ આપવામાં આવી છે. જેમાં ડૉ. પારસે આ વખતે વાત સૌથી મહત્વના એવા પ્રાઈવેટની સફાઈ અંગે કરી છે. અને તેના માટે શું કાળજી રાખવી જોઇએ અંગે તે અંગે જણાવ્યું છે.
સ્વચ્છ શરીર એ તંદુરસ્તીની પ્રથમ શરત છે. સામાન્ય રીતે લોકો શરીરની બાહ્ય સાર-સંભાળ અંગે વધુ સભાન રહે છે અને તેની સ્વચ્છતા પાછળ વધુ ધ્યાન આપે છે અને શરીરના મહત્વના આંતરિક અંગોની સફાઈ પરત્વે ગંભીર બેદરકારી દાખવે છે. મહિલાઓ પોતાની સુંદરતા અંગે વધુ ચિંતિત હોય છે. જોકે ઘણી એવી મહિલાઓ છે જે શરીરને બહારથી સુંદર રાખે છે પરંતુ પોતાના ગુપ્ત ભાગોને યોગ્ય રીતે સાફ રાખતી નથી. મહિલા તરીકે યોનીની તંદુરસ્તી જાળવી તેને સ્વચ્છ રાખવી એ ઘણું મહત્વનું છે. સેક્સની સંપૂર્ણ સંતુષ્ટિ માટે તેની યોગ્ય જાળવણી રાખવી જરૂરી છે.
પુરુષ હોય કે સ્ત્રી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સેક્સ અને પ્રેમ બંને જરૂરી છે. તેનો સીધો અર્થ એ થયો કે આપણાં જનનાંગો અત્યંત મૂલ્યવાન છે જેની આપણે પૂરતી દરકાર રાખવી જોઈએ. એક મહિલા હોવાના નાતે તમારે તમારી યોનીને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવી જરૂરી છે. યોનીની તંદુરસ્તી જાળવી રાખવા માટે અહીં કેટલાંક ઉપયોગી સૂચનો અપાયા છે જેને અનુસરવાથી તમારી સેક્સલાઈફ વધુ બહેતર બનવાની સાથે સાથે જ તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.

ડૉ. પારસ શાહની આ જરૂરી ટિપ્સને ધ્યાનમાં રાખો
- યોનીની સફાઈ અત્યંત કાળજીપૂર્વક કરો. શક્ય હોય તેટલી વધુ વાર તેને પાણીથી સ્વચ્છ કરો. યોનીની દુર્ગંધ એ મહિલાઓને સતાવતી સૌથી મોટી સમસ્યા પૈકીની એક છે. આ દુર્ગંધને ટાળવા માટે તેને સુગંધરહિત સાબુથી દિવસમાં બે વાર સાફ કરો. સફાઈ દરમિયાન યોનીની આસપાસ રહેલાં વાળને સાફ કરવાનું ભૂલશો નહીં. કારણકે આ વાળમાં જ પરસેવો અને અન્ય કચરો જમાં થવાને કારણે તેમાંથી વાસ આવવની શરૂ થાય છે. આ ઉપરાંત તમારે નિતંબ પણ છેક સુધી કાળજીપૂર્વક સાફ કરવા જોઈએ જેથી તેમાંથી કોઈ કચરો યોનીમાં જવાની શક્યતા ના રહે. સાબુથી યોનીને સાફ કરતી વખતે તેનું ફીણ યોનીમાં ના જાય તેની સાવચેતી રાખવી કારણકે તેનાથી આડઅસર થવાનું જોખમ રહે છે.
- યોની આસપાસના વાળ નિયમિત કાપો અથવા તેને શેવ કરો. વાળ જેટલાં ટૂંકા હશે દુર્ગંધ પેદા થવાની કે ચેપ લાગવાની શક્યતા તેટલી જ ઘટી જશે.
- યોનીને પુરતી હવા મળી રહે તેવા અંડરગાર્મેન્ટ્સ પસંદ કરો. એવા ઉપવસ્ત્રો પસંદ કરો કે જેનાથી યોનીને પૂરતા પ્રમાણમાં હવા મળી રહે. યોનીની આસપાસનો ભાગ સતત ભીનાશ વાળો રહેવાથી તેમાં બેક્ટેરિયા પેદા થવાનું જોખમ રહે છે. નાયલોન કે અન્ય કપડાને બદલે કોટનના અંડરવેર પહેરો.
- અંડરવેર નિયમિત બદલો- મહિલાઓએ એક અંડરવેર એક દિવસથી વધુ પહેરી રાખવું જોઈએ નહીં. યોનીમાંથી ઝરતા પ્રવાહીને લીધે તે બિનઆરોગ્યપ્રદ, ભેજવાળું થાય છે જેને કારણે તેમાં બેક્ટેરિયા પેદા થાય છે. માસિક ધર્મ વખતે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- યોનીની આસપાસ ક્યારેય પરફ્યુમ ના છાંટો. પરફ્યુમથી PH અસંતુલન સર્જાય છે જે આરોગ્યપ્રદ નથી. આથી તેને સ્વચ્છ રાખવી જોઈએ.
- સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લો- પુખ્ત વયે પહોંચ્યા બાદ દરેક મહિલાએ યોનીની તંદુરસ્તી અંગે જાણકારી મેળવવા માટે સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. સેક્સ્યુઅલી એક્ટિવ થયા બાદ કે 21 વર્ષની વય થયા બાદ તમારે ચેપ, સર્વાઈકલ કેન્સર સહિતની ચકાસણી કરાવવી જોઈએ. ઈન્ફેક્શન થયાની આશંકા લાગે તો તરત જ તબીબની સલાહ લો. યોનીના ભાગે ખંજવાળ, યોનીની આસપાસની ત્વચાના રંગમાં ફેરફાર, દુર્ગંધ, ફોલ્લી કે ગુમડાં જેવું લાગે તો તરત જ ડોક્ટરની પાસે પહોંચી જાવ.
- યોગ્ય આહાર લઈ યોનીને તંદુરસ્ત રાખો. તમારા આહારની અસર તમારી યોનીમાંથી થતાં સ્ત્રાવના સ્વાદ પર થાય છે તે બાબત અનેક અભ્યાસમાં પૂરવાર થઈ છે. આથી તમારે કુદરતી શર્કરા ધરાવતા ફળો જેમ કે નારંગી, સફરજન તથા કેરી જેવા ફળો વધુ માત્રામાં ખાવા જોઈએ. આ ફળોથી તમારી યોનીનો ટેસ્ટ પણ મધુર બને છે. ડુંગળી કે લસણ જેવા પદાર્થો ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. આલ્કોહોલ, કોફી તથા તીખાં ભોજનની જેમ જ તેની યોનીના ટેસ્ટ પર માઠી અસર થાય છે.
- સૌથી મહત્વની અને ધ્યાન રાખવા જેવી બાબત: યોની પર ક્યારેય શેવિંગ ક્રીમ કે કોલોનના લગાવો. આ પદાર્થોમાં રહેલા કેમિકલ્સ તથા આલ્કોહોલનું પ્રમાણ યોનીની ત્વચા બરછટ અને શુષ્ક બની જાય છે. અને હા તમારી યોનીની સ્મેલ અંગે તમને કોઈ અભિનંદન તો નથી આપવાનું. જો તમે કોઈને નીચે સુધી લઈ જશો તો કોલોન કે આફ્ટરશેવનો ટેસ્ટ તેની મજાને હણી નાખશે.











