ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના, કાર ઝાડ સાથે અથડાતા 4 લોકોના ઘટના સ્થળે મૃત્યુ

  • અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ
  • ધોરાજી નજીક કાર ઝાડ સાથે અથડાતા 4ના મોત, 2ની હાલત નાજુક

રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરાજીના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઇ હતી. કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરજીથી ઉપલેટા કાર લઇને જઇ રહેલા 6 લોકોને સુપેડી ગામ પાસે અકસ્માત નડ્યો હતો. આ લોકો વીડિયોગ્રાફી માટે જઇ રહ્યા હતા, આ દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઇડમાં આવેલા ઝાડ સાથે અથડાઇ હતી અને ત્યારબાદ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકોને ઇજા પહોંચતાં જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો

અકસ્માતના પગલે આસપાસમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને નેશનલ હાઇવેની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે ભારે પવન હોવાના લીધે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોઇ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ : ચેતવણીરૂપ કિસ્સો, જેતલપુરમાં હાઇટેન્શન વાયરને સીડી અડી જતા 2 લોકોએ જીવ ગુમાવ્યો

Back to top button