કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

અંજાર : વેલસ્પન કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ: દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

અંજાર, 30 મે 2025: રાજ્યભરમાંથી અવાર નવાર આગના બનાવો સામે આવતા હોય છે. તેમજ આગ લાગવાથી ઘણું નુકશાન થતું હોવાનું સામે આવતું હોય છે. આ ઉપરાંત આગ લાગતાં જ ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવતો હોય છે. ત્યારે આવો જ એક બનાવ ગુજરાતનાં કચ્છ શહેરના અંજારમાંથી સામે આવ્યો છે.

કચ્છના અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. તેમજ આગે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરનો મેઝર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં વેલસ્પન કંપનીની તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા સહિત અનેક ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. તેમજ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલ આગ લાગવાનું કારણ અક્બંધ છે.

અંજાર નજીક એક ખાનગી કંપનીના કોટન પ્લાન્ટમાં 30 મી શુક્રવારે એટલે કે આજે ભીષણ આગ લાગી હતી. તેમજ કંપનીના કોટનના જથ્થામાં આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આગની ઘટનાને લઈને ગાંધીધામ મહાનગરપાલિકા સહિતના ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને કંપની અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો..સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ નિફટીની હાલત

Back to top button