આંધ્ર પ્રદેશ લીકર કૌભાંડઃ પોલીસની ચાર્જશીટમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું નામ આવ્યું સામે
આંધ્ર પ્રદેશઃ 20 જુલાઈ, 2025: Andhra Pradesh Liquor Scam: આંધ્ર પ્રદેશ પોલીસ તરફથી 3500 કરોડ રૂપિયાના કથિત લીકર કૌભાંડના સંદર્ભમાં એક સ્થાનિક કોર્ટમાં દાખલ દાખલ ચાર્જશીટમાં પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ જગન મોહન રેડ્ડીનું નામ લાંચ લેનાર તરીકે આપવામાં આવ્યું છે. ચાર્જશીટ મુજબ, તેમને દર મહિને સરેરાશ 50 થી 60 કરોડ રૂપિયાની લાંચ મળતી હતી.
પોલીસે દાખલ કરી ચાર્જશીટ
જોકે, શનિવારે (20 જુલાઈ) દાખલ કરાયેલી 305 પાનાની ચાર્જશીટમાં જગનનું નામ આરોપી તરીકે નથી. કોર્ટે હજુ સુધી ચાર્જશીટ પર ધ્યાન આપ્યું નથી. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, ‘એકઠી કરેલી રકમ આખરે કેસિરેડ્ડી રાજશેખર રેડ્ડી (એ-1) ને સોંપવામાં આવી હતી.’
ત્યારબાદ રાજશેખર રેડ્ડીએ આ રકમ વિજય સાઈ રેડ્ડી (A-5), મિથુન રેડ્ડી (A-4) અને બાલાજી (A-33) ને સોંપી, જેમણે તેને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય. એસ જગન મોહન રેડ્ડીને ટ્રાન્સફર કરી. સરેરાશ દર મહિને 50-60 કરોડ રૂપિયા એકત્ર થતા હતા.
નકલી દારૂના ભઠ્ઠા
ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે 3500 કરોડ રૂપિયાના લીકર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ રાજશેખર રેડ્ડીએ પોતાના વફાદાર કર્મચારીઓને APSBCL (આન્ધ્ર પ્રદેશ સ્ટેટ બેવરેજ કોર્પોરેશન લિમિટેડ) માં નિયુક્ત કર્યા હતા, ઉપરાંત એક્સાઇઝ નીતિમાં હેરાફેરી કરવામાં અને ઓટોમેટેડ OFS (ઓફર ફોર સેલ)ને મેન્યુઅલ પ્રક્રિયાથી બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ચાર્જશીટમાં જણાવાયું કે, તેમણે કથિત રીતે નકલી દારૂ ભઠ્ઠીઓ સ્થાપી હતી અને બીજા આરોપી બાલાજી ગોવિંદપ્પા દ્વારા જગનને લાંચ આપી હતી. રાજશેખર રેડ્ડીએ આરોપી ચેવિરેડ્ડી ભાસ્કર રેડ્ડી (ભૂતપૂર્વ ધારાસભ્ય) સાથે મળીને YSRCP પાર્ટી વતી ચૂંટણી માટે 250-300 કરોડ રૂપિયાની રોકડ મોકલી હતી અને 30 થી વધુ નકલી કંપનીઓ દ્વારા નાણાંની લોન્ડરિંગ પણ કરી હતી.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું કે, આ રકમ દુબઈ અને આફ્રિકામાં જમીન, સોનું, લક્ઝરી વસ્તુઓ ખરીદવામાં રોકાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય આરોપીએ પાછલી YSRCP સરકાર દરમિયાન દારૂના પુરવઠા અને વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાના હેતુથી નવી દારૂ નીતિ લાગુ કરી હતી. આરોપીઓએ મોટી લાંચ મળે તે માટે એક્સાઇઝ નીતિ અને તેની મોડસ ઓપરેન્ડી બદલવાની યોજના બનાવી હતી. આવી મોટાભાગની લાંચ રોકડ, સોનાની ઇંટો વગેરેના રૂપમાં મળી હતી.’
આ પણ વાંચોઃ ઉડ્ડયન મંત્રીએ અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યોઃ કહ્યું- AAIBની તપાસ પર વિશ્વાસ છે
આ પણ વાંચોઃ ‘સત્તાની સુરક્ષામાં પાળેલા ગુંડા-માફિયા…’ કાવડિઓની હિંસા પર પૂર્વ મંત્રીનું નિવેદન












