ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખાખીને લજવતી ઘટનાઃ અમરેલીમાં પોલીસકર્મીએ જ સગીરા પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ થયો ફરાર

અમરેલી, 30 મે, 2025: Police Officer Assalt Minor in Gujarat, ગુજરાત કથિત રીતે મહિલાઓ અને બાળકીઓ માટે સુરક્ષિત કહેવાતું રાજ્ય છે. પરંતુ, છાશવારે રાજ્યમાં ચોંકાવનારી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ, આ વખતે તો હદ જ થઈ ગઈ. જે ગુજરાત પોલીસના માથે મહિલા અને દીકરીઓની સુરક્ષાની જવાબદારી છે, હવે તે જ જાણે મહિલઓ અને બાળકીઓ માટે જોખમ બની ગઈ છે. અમરેલીમાંથી આવો જ એક ચોંકાવનારો કેસ સામે આયો છે. જ્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે.

પોલીસકર્મીએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ, અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ નામનો પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલા કરી તેના પર દુષ્કર્મ આચરતો હતો. સગીરાના પિતાએ હાલ આ મુદ્દે POCSO, પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરાવ્યો છે.

આરોપી ફરાર

સમગ્ર ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર છે. હાલ, આ આરોપી પોલીસકર્મીને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અંજાર : વેલસ્પન કંપનીના ગોડાઉનમાં વિકરાળ આગ: દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા

આ પણ વાંચોઃ અમદાવાદ: 11,12,100/-ની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ; જાણો કઈ રીતે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ઝડપી પાડ્યા

Back to top button