અમદાવાદ: 11,12,100/-ની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ; જાણો કઈ રીતે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ઝડપી પાડ્યા

30 મે 2025 અમદાવાદ: શહેરનાં દાણીલીમડા વિસ્તારમાંથી ત્રણ ડ્રગ્સ પેડલરોને 11,12,100/- ની કિંમતના ડ્રગ્સના મુદ્દામાલ સાથે અમદાવાદ એસઓજી દ્વારા પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ત્રણેય આરોપીઓનો ઇતિહાસ શું છે? કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે? તેમજ ક્યાંથી માલ લાવતા હતા અને ક્યાં વેચતા હતા તમામ વિગતો સમજીએ વિગતવાર!
મેન્ટર પ્રોજેક્ટ દ્વારા કેવી રીતે પકડ્યા જાણો
અમદાવાદ SOG PI વી.એચ. જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજ્યમાં એનડીપીએસને લગતા ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ રાજ્યમાં ડ્રગ્સનું પ્રમાણ ઓછું કરવા માટે ડીજીપીના આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં મેન્ટર પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ મેન્ટર પ્રોજેક્ટની વાત કરીએ તો અગાઉ એસ.ઓજી તથા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપીઓ ઉપર એક એક SOG કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે તા. 29 મે 2025ના રોજ SOGમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ જયમલભાઈને તેઓને ફાળવેલા આરોપીને તપાસ કરતા મુખ્ય આરોપી મોઇન ઈકબાલ હુસેન ધલ્લાવાળાને ત્યાં ઘરે ચેક કરવા જતા તે ભાગવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયો હતો તેની સાથે એક વધારાનો ઈસમ પણ શંકાના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. તે બાદ બીજા આરોપી નદીમ ઉર્ફે આસિફ મોહમ્મદ ફારુક સૈયદને પણ ઝડપી પાડવામાં આવ્યો છે જે રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે. આ બંને આરોપીઓએ મધ્યપ્રદેશના રતલામથી કુલ 10 લાખ 97 હજાર 100ની કિંમતનો 109 ગ્રામ, 710 મિલિગ્રામ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. આ સાથે ત્રીજો આરોપી મોહમ્મદ આરીફ નૂર મોહમ્મદ શેખ જે આ ડ્રગ્સ લેવા માટે આવવાનો હતો અને આ ત્રણેય આરોપીઓ મળીને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂટક અને જથ્થાબંધ રીતે ડ્રગ્સનું વેચાણ કરતા હતા. હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ત્રણેય આરોપીઓ મુખ્ય દાણીલીમડાના રહેવાસી છે.
આરોપીઓના ગુનાહિત ઇતિહાસ
ત્રણેય આરોપીયાના ગુનાહિત ઇતિહાસ વિશે જણાવતા PI જોશીએ જણાવ્યું હતું કે પ્રથમ આરોપી જે છે મોઈન ઈકબાલ હુસેન ધલ્લાવાળા જેની ઉપર અગાઉ પણ બે NDPS એક્ટના ગુના નોંધાયેલા છે અને હવે આની સાથે મળીને કુલ ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે અને બીજો આરોપી છે જે નદીમ ઉર્ફે આસિફ મોહમ્મદ ફારુક સૈયદ તેની ઉપર આ પ્રથમ ગુનો છે. અને ત્રીજો આરોપી છે જે મહંમદ આરીફ નૂર મોહમ્મદ શેખ જેના પર અગાઉ મારામારીનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. ગુનાની મોર્ડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો નદીમ જે પોતે શહેરમાં રિક્ષા ચલાવે છે અને બીજો મુખ્ય આરોપી જે મોઈન છે તેનો ભાઈ પણ રિક્ષા ચલાવે છે જેના કારણે નદીમ અને મોઈન સંપર્કમાં આવ્યા હતા. અને બન્નેએ ઝડપથી પૈસાદાર થવા માટે ડ્રગ્સનું વેપાર કરવાનું નક્કી કર્યું હતું. આ ગુનામાં આરોપીઓ પાસેથી 10,97,100ના ડ્રગ્સ સાથે એમ ડી ડ્રગ્સ લેવાના ઇન્જેક્શનનાં 2 નંગ અને વજન કાંટો તેમજ પ્લાસ્ટિકની નાની મોટી જીપર બેગની સાથે કુલ ૧૧ લાખ 12 હજાર 100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.













