મનોરંજન

શહેનાઝની સાથે સિદ્ધાર્થ શુક્લાએ પણ કર્યા લાલબાગના રાજાના દર્શન

શહેનાઝ ગીલ તેના ભાઇ સાથે સોમવારે લાલબાગના રાજાના દર્શન કરવા પહોચી  હતી. તે દરમ્યાન સમગ્ર વિસ્તાર ખાતે શહેનાઝના ચાહકો તેને મળવા માટે પહોંચી ગયા હતા. ત્યારે યલો કલરના સલવાર સુટમાં શહેનાઝ અતિ સુંદર લાગી રહી હતી. આ સમયે શહેનાઝ, તેનો ભાઇ શાહબાજ અને તે સાથે સિદ્ધાર્થ શુક્લાપણ જોવા મળ્યો હતો. સિદ્ધાર્થ ભલે આ દુનિયામાં ન હોય પણ શહેનાઝના ભાઇએ તેના હાથ પર સિદ્ધાર્થનુ ટેટું બનાવી તેને જીવંત રાખ્યો છે, જે હંમેશા શહેનાઝ અને તેના ભાઇની સાથે રહે છે.

શહેનાઝ લાલના લાલબાગના રાજાના દર્શને પોહચી ત્યારે તેણે તેના ભાઇનો હાથ પકડી રાખ્યો હતો, જેમાં સિદ્ધાર્થ શુક્લાનુ ટેટું દોરાવેલુ હતુ. ભલે સિદ્ધાર્થ આ દુનિયામાં ના હોય, પણ શહેનાઝ આજે પણ સિદ્ધાર્થની યાદોના સહારે જીવન જીવી રહી છે. ત્યારે શહેનાઝ અને સિદ્ધાર્થને સાથે જોવા માટે લોકોની ભીડ થઇ જાય છે. તેમજ શહેનાઝ પણ તેના ફેનની સાથે વાત કરતી અને મજા માણતી જોવા મળે છે.

Back to top button