ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

1 ઓક્ટોબરથી એર ઇન્ડિયાની આતરરાષ્ટ્રીય સેવા થશે શરૂ, અમદાવાદની ઘટના બાદ લાગી હતી બ્રેક

નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2025: અમદાવાદમાં ગત 12 મેના રોજ એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય સેવાઓ પર બ્રેક મારી દેવામાં આવી હતી, જે હવે ફરી 1 ઓક્ટોબરના રોજ પુનઃ શરૂ થઇ જશે.  એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને કહ્યુ કે 1 ઓક્ટોબર 2025થી દરેક આંતરરાષ્ટ્રીય સેવાઓ પૂરી રીતે શરૂ કરી દેવામાં આવશે. આ નિર્ણય જૂનમાં અમદાવાદની દુર્ઘટના બાદ રોકી દેવાયેલી સેવાઓની સમીક્ષા પછી લેવામાં આવ્યો છે.

એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને બુધવારે જણાવ્યું હતું કે અમે 1 ઓગસ્ટ, 2025થી આંતરરાષ્ટ્રીય સેવાઓ ફરી શરૂ થઇ જશે અને અમારું લક્ષ્ય 1 ઓક્ટોબર, 2025થી આ સેવાઓને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાનું છે. તેમણે મુસાફરોને ખાતરી આપી હતી કે એરલાઇન આંતરિક વ્યવસ્થાને મજબૂત બનાવવામાં રોકાયેલી છે. કંપની ભવિષ્યમાં મુસાફરોને કોઈપણ વિક્ષેપ વિના વધુ સારો અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા પદ્ધતિસરની પ્રક્રિયા તરીકે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાએ તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.

આ પણ વાંચોઃ ભારતને ઉપદેશ આપવાને બદલે રશિયા સાથેના વેપાર પર ધ્યાન આપે ટ્રમ્પઃ વિશેષજ્ઞોએ ટ્રમ્પને બતાવ્યો અરીસો

Back to top button