ભારતને ઉપદેશ આપવાને બદલે રશિયા સાથેના વેપાર પર ધ્યાન આપે ટ્રમ્પઃ વિશેષજ્ઞોએ ટ્રમ્પને બતાવ્યો અરીસો

વોશિંગ્ટન, 7 ઓગસ્ટ, 2025: ભારત વિરુદ્ધ વધુ ટેરિફ લગાવવાના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્મય પર અમેરિકાના વિશેષજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી છે. રશિયા સાથે અમેરિકાના વેપારનો હવાલો ટાંકતા ટ્રમ્પને અરીસો પણ દેખાડ્યો છે. વિશષજ્ઞોનું કહેવું છે કે અમેરિકા હવે પોતે ખુલ રશિયા સાથે વેપાર કરે છે તો તેણે ભારતને ઉપદેશ આપતા પહેલાં વિચારવું જોઇએ.
યુએનના ભૂતપૂર્વ શસ્ત્ર નિરીક્ષક, ભૂતપૂર્વ યુએસ મરીન કોર્પ્સ ગુપ્તચર અધિકારી અને લેખક સ્કોટ રિટરે ભારત પર વધુ ટેરિફ લાદવા બદલ ટ્રમ્પ પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રિટરે કહ્યું કે, અમેરિકાએ 2024 માં 3 અબજ ડોલરથી વધુની કિંમતના રશિયન માલની આયાત કરી હતી. આનાથી લગભગ 600 T-90 ટેન્કની કિંમત ચૂકવી શકાય છે. આ રકમ બે રશિયન સશસ્ત્ર વિભાગોને સજ્જ કરવા માટે પૂરતી છે. તેથી હવે પછી જ્યારે ટ્રમ્પ ભારતને ઉપદેશ આપે ત્યારે તેમણે આ વિશે વિચારવું જોઈએ.
એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (ASPI)ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ ડેપ્યુટી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ વેન્ડી કટલરે પણ વધતા દ્વિપક્ષીય વિવાદ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “કમનસીબે, યુએસ-ભારત વિવાદ વધી રહ્યો છે અને હવે રાષ્ટ્રપતિ વધારાના 25 ટકા ટેરિફની જાહેરાત કરી રહ્યા છે. તેના પરિણામે યુએસમાં મોટાભાગની ભારતીય નિકાસ લગભગ બંધ થઈ જશે.”
ચીન આ વિવાદનું સ્વાગત કરશે
કટલરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન આ ઘટનાક્રમોનું સ્વાગત કરે તેવી શક્યતા છે. હવે તે દિલ્હી સાથેના તેના સંબંધો સુધારવા માટે કેટલાક પગલાં લઈ શકે છે. હવે યુએસ અને ભારતીય અધિકારીઓ ખાનગીમાં તેમના મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરે તેનો સમય આવી ગયો છે.
આ પણ વાંચોઃ બિહારના મજૂરે સંપત્તિની બાબતમાં એલન મસ્કને પણ પાછળ છોડ્યા!












