ચીની રોબોટને ‘ભારતીય ઈનોવેશન’ કહીને ફજેતી, ગલગોટિયા યુનિવર્સિટી AI સમિટમાંથી બહાર

નવી દિલ્હી: ભારતમાં ચાલી રહેલી AI ઈમ્પેક્ટ સમિટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ સમિટને “Disorganised PR Spectacle” ગણાવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય ટેલેન્ટ અને ડેટાનો ઉપયોગ કરવાના બદલે, સમિટમાં ચીની પ્રોડક્ટ્સને પ્રમોટ કરવામાં આવી રહી છે.
વિવાદનું મુખ્ય કારણ ગલગોટિયા યુનિવર્સિટી છે, જેણે સમિટમાં “ઓરિયન” નામના રોબોટિક ડોગને પોતાના ઈનોવેશન તરીકે રજૂ કર્યો હતો. પરંતુ વાસ્તવમાં આ રોબોટ ચીની કંપની યુનિટ્રીનું Go2 મોડલ છે, જેને યુનિવર્સિટીએ ખરીદીને પોતાનું કહીને પ્રદર્શિત કર્યું હતું. આ વાતનો ખુલાસો થતાં જ ચીની મીડિયાએ ભારતની મજાક ઉડાવી અને કહ્યું કે ભારત પોતાની AI ક્ષમતા પર નહીં, વિદેશી પ્રોડક્ટ્સ પર આધારિત છે. આ વિવાદને કારણે યુનિવર્સિટીને તરત જ તેનો સ્ટોલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેતે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે સમિટને વડાપ્રધાન મોદીના ફોટો શૂટમાં બદલી નાખવામાં આવી છે. તેમણે અન્ય આરોપો પણ લગાવ્યા જેમ કે:
- પૈસા આપીને સ્ટોલ ખરીદનારાઓને ત્યાંથી કાઢી મુકાયા.
- મોટા ગ્લોબલ ઈવેન્ટમાં વસ્તુઓની ચોરી થઈ.
- ટેક ઈવેન્ટમાં લેપટોપ અને કેમેરા લાવવા પર પ્રતિબંધ મુકાયો.
- ઈન્ટરનેટ ન ચાલવાને કારણે ફાઉન્ડર્સ પોતાના પ્રોડક્ટ્સના ડેમો આપી શક્યા નહીં.
देश में AI के नाम पर एक समिट हो रहा है, लेकिन ऐसा लग रहा है मानो हर जगह मूर्खता, झूठ और फरेब का महोत्सव चल रहा है।
⦿ AI समिट को मोदी जी के फोटो शूट में बदल दिया गया
⦿ पैसे देकर स्टॉल खरीदने वालों को वहां से निकाला गया
⦿ AI समिट जैसे बड़े ग्लोबल इवेंट में सामान चोरी हो गया
⦿… pic.twitter.com/ePNbmTiuY3— Congress (@INCIndia) February 19, 2026
સુપ્રિયા શ્રીનેતે વધુમાં કહ્યું કે આ બધું જાણતા હોવા છતાં નેશનલ ચેનલોએ તેનું મહિમા મંડન કર્યું અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રમોટ કર્યું. પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે ચીની રોબોટને ભારતીય AI સમિટમાં કેમ પ્રમોટ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વૈષ્ણવને પોસ્ટ ડિલીટ કરવી પડી.
રાહુલ ગાંધીએ પોતાના X પોસ્ટમાં કહ્યું કે, “ભારતના ડેટા અને ટેલેન્ટને પ્રદર્શિત કરવાને બદલે, આ સમિટ અવ્યવસ્થિત પીઆર શો બની ગઈ છે. ચીની પ્રોડક્ટ્સને પ્રમોટ કરીને દેશની ફજેતી કરાઈ છે.” કોંગ્રેસે આને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે ભારત AIમાં વિશ્વ નેતા બની શકે તેમ હોવા છતાં, સરકારે તેને મજાક બનાવી દીધી છે.
આ વિવાદથી રાજકીય તણાવ વધ્યો છે. ભાજપ તરફથી હજુ સુધી કોઈ અધિકારીક પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સમિટને સફળ ગણાવીને વેસ્ટર્ન મીડિયાના નેગેટિવ પ્રોપેગન્ડાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગલગોટિયા યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે માફી માંગી છે અને કહ્યું કે તે એક ભૂલ હતી. આ ઘટના ભારતની AI ક્ષમતા અને આત્મનિર્ભરતા પર સવાલ ઉઠાવે છે.
આ પણ વાંચો: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખો, ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિની અપીલ












