ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

અહો આશ્ચર્યમ : કુદરતની કમાલ કે તબીબી રહસ્ય, મહિલાએ 5 દિવસમાં 4 બાળકોને આવ્યો જન્મ

Uttar Pradesh : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પાંચ દિવસમાં ચાર બાળકોને જન્મ આપ્યો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેને કુદરતનો ચમત્કાર કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને તબીબી રહસ્ય કહી રહ્યા છે. અહેવાલો અનુસાર, મહિલાને પ્રસૂતિ પીડા અનુભવાયા બાદ મુરાદાબાદની TMU હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોની દેખરેખ હેઠળ, તેણીએ અલગ-અલગ સમયે ચાર બાળકોને જન્મ આપ્યો. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ડિલિવરી લગભગ પાંચ દિવસના અંતરે કરવામાં આવી હતી.

 

આ છે સમગ્ર મામલો

 

મુરાદાબાદની TMU હોસ્પિટલમાં થયેલી આ સામાન્ય ડિલિવરીએ ડોકટરોને પણ આશ્ચર્યચકિત કર્યા છે. અમીનાએ 9 મેના રોજ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને 14 મેના રોજ વધુ ત્રણ બાળકને જન્મ આપ્યો હતો. મહિલાના બાળકો પાંચ વર્ષના અંતરે જન્મ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

 

બે પુત્રો અને બે પુત્રીઓનો થયો જન્મ

 

મીડિયા અહેવાલો અનુસાર, મહિલાએ બે પુત્રો અને બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. એક સાથે ચાર બાળકોના આગમનથી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનો પણ આ ઘટનાને ચમત્કારથી ઓછી માની રહ્યા છે.

 

જાણો ડોક્ટરોએ શું કહ્યું?

 

નિષ્ણાતોના મતે, એકસાથે ચાર બાળકોનો જન્મ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. IVF ટેકનોલોજીમાં આવા કિસ્સાઓ વધુ સામાન્ય છે, પરંતુ કુદરતી ઘટના એક ચમત્કાર છે.

 

આ કારણે ખાસ છે આ કિસ્સો

 

આપણે ઘણીવાર જોડિયા અથવા ત્રણ બાળકોના જન્મ વિશે સાંભળીએ છીએ, પરંતુ પાંચ દિવસમાં ચાર બાળકોનો જન્મ અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, આ કિસ્સો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ

 

આ અનોખી ઘટના સામે આવ્યા બાદ, લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક તેને કુદરતનો ચમત્કાર કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને તબીબી વિજ્ઞાનનો અનોખો કિસ્સો કહી રહ્યા છે.

 

આ પણ વાંચો : શું છે રાધાકૃષ્ણન સમિતિની ભલામણો, જેના કારણે NEETમાં નહીં થાય પેપર લીક?

 

 

Back to top button