ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં PIએ 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કર્યા: લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો પછી…..

અમદાવાદ, 22 નવેમ્બર 2025: અમદાવાદના વેજલપુરમાંથી પોલીસની ખાખી વરદીને લજવતો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પીઆઈ હાલમાં ગાંધીનગર કંટ્રોલરુમમાં ફરજ બજાવે છે.

પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, PI ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતાં, ત્યારે એક યુવતી પણ સાથે હતી લિફ્ટ બંધ થતા જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યા હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી તે સમયે બીજા વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો.

બીજી બાજુ ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પહેલી વાર ખાસ થશે CJIનો શપથગ્રહણ સમારંભ: 6 દેશોના જસ્ટિસ અને ચીફ જસ્ટિસ સામેલ થશે

Back to top button