ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ : પ્રજ્ઞાચક્ષુને ઢોર માર મારનાર PSI સોનલ સસ્પેન્ડ, આધેડને આંખ અને કાનમાં થઈ હતી ઈજા

Ahmedabad : અમદાવાદમાં એક મહિલા પી.એસ.આઈ.એ પ્રજ્ઞાચક્ષુ આધેડને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હોવાની ઘટના સામે આવતા મહિલા પી.એસ.આઈ. સોનલ રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. જેમાં  થોડા દિવસ પહેલા મહિલા પી.એસ.આઈ.એ મારામારી કરી હોવાની ઘટના સામે આવી હતી. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એસ,પી, ઓમ પ્રકાશ જાટ દ્વારા ચાંગોદરની મહિલાને સસ્પેન્ડ કરાયા છે.

પડીકું તોડવા બાબતે સગીરને મારી હતી ટપલી

 

સમગ્ર વિગત અનુસાર, થોડા દિવસ પહેલા પડીકું તોડનાર બાળરને પ્રજ્ઞાચક્ષુએ સામાન્ય ટપલી મારી હતી. જે બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસમાં આવી આ આધેડને ઢોર માર માર્યો હતો. જે બાદ આધેડને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બાબતની જાણ મીડિયામાં થતા મહિલા PSIએ ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હતી. જેના કારણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 7 કલાકથી વધુ સમય બેસાડી રખાયા હતા. જે બાદ પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવી હતી. ઘટનાના કલાકો બાદ ચાંગોદરમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડે સાંજે આવીને કહ્યુ કે, ‘ક્યાં છે મારા છોકરાને મારનાર’, અને પ્રજ્ઞાચક્ષુને લાતો, લાફા અને લાકડીના ફટકા માર્યા હતા.  જે બાદ આધેડને હોસ્પિટલ દાખલ કરાયા હતા.

PSI સોનલે સમાધાન માટે પ્રયાસો કર્યા

 

આ મહિલા PSI સોનલ રાઠોડ પોતે ગુનામાં હોવા છતાં સમાધાન કરવા માટે પ્રયાસો કર્યા હતા. જેમાં તેણીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક કોન્સ્ટેબલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે મોકલ્યા હતા. અને પોતે બહાર ઊભી હતી. જ્યારે પ્રજ્ઞાચક્ષુ ઘરે આવ્યા ત્યારે તે મહિલા PSI પણ પીડિતના ઘરે આવી હતી, અને સમાધાનની વાત કહેતી હતી.

 

આ પણ વાંચો : મુઝફ્ફરપુર અગ્નિકાંડમાં મોટો ખુલાસો: ICUમાં દર્દીને સળગતા મૂકી હોસ્પિટલનો સ્ટાફ ભાગી ગયો

Back to top button