અમદાવાદ પ્લેન ક્રેશને લઈ અમેરિકન નેવીના પૂર્વ પાયલટે કર્યો મોટો ખુલાસો, આપ્યું આ કારણ

નવી દિલ્હી, તા. 15 જૂન, 2025: અમદાવાદમાં ગુરુવારે (12 જૂન, 2025) એર ઇન્ડિયાનું બોઇંગ-787 વિમાન ઉડાન ભર્યાના થોડી જ મિનિટો બાદ ક્રેશ થઈ ગયું હતું. તેની તપાસ માટે કેન્દ્ર સરકારે એક પેનલની રચના કરી છે, જે 3 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સુપરત કરશે. અમેરિકન નેવીના પૂર્વ પાયલટ અને જાણીતા નેવિગેશન એક્સપર્ટ કેપ્ટન સ્ટીવે પ્લેન ક્રેશના વીડિયોનું વિશ્લેષણ કરતા તેમાં RAT (ram air turbine) એક્ટિવેશનની વાત કહી છે.
તેમણે પ્લેન ક્રેશના 3 સંભવિત કારણો જણાવ્યા છે: પહેલું ઇલેક્ટ્રિકલ ફેલ્યોર, બીજું બંને એન્જિન ફેલ અથવા ત્રીજું હાઇડ્રોલિક ફેલ્યોર. સ્ટીવે આ દુર્ઘટનાના એકમાત્ર સર્વાઇવર વિશ્વાસના નિવેદનનો પણ આધાર લીધો છે.
પહેલી સંભાવના: બંને એન્જિનનું એકસાથે ફેલ થવું
કેપ્ટન સ્ટીવે પહેલી સંભાવના બંને એન્જિનનું એકસાથે ફેલ થવું જણાવ્યું છે. આનો અર્થ એ કે આ દુર્ઘટના લિફ્ટ લોસ એટલે કે વિમાનના પાંખોને પૂરતી હવા ન મળવાને કારણે થઈ હોઈ શકે છે. સ્ટીવના મતે વિમાનમાં પૂરતી તાકાત નહોતી, જે તેને ઉપરની તરફ ઉઠાવી રાખી શકે. જો આવું થયું હોય તો વિમાન કોઈ મોટા પક્ષીઓના ઝુંડ સાથે અથડાયું હશે, જેના કારણે બંને એન્જિન ખરાબ થઈ ગયા હશે.
પાયલટ ફ્લૅપ્સ લગાવવાનું ભૂલી ગયા હશે!
બીજું કારણ એ હોઈ શકે છે કે વિમાનના ટેકઓફ પહેલાં કેટલીક વિશેષ તકનીકી સેટિંગ્સની જરૂર હોય છે, જેમાં મુખ્ય હોય છે ફ્લૅપ્સને નીચે કરવા. ફ્લૅપ્સ વિમાનના પાંખોના એ ભાગ હોય છે, જે ટેકઓફ દરમિયાન લિફ્ટ વધારે છે. કેપ્ટન સ્ટીવના મતે જો પાયલટ ફ્લૅપ્સ લગાવવાનું ભૂલી ગયા હશે, તો વિમાન હવામાં ટકી નહીં શકે. તેમણે આગળ કહ્યું કે આવું થવાની સંભાવના પણ ઓછી છે કારણ કે 787 જેવા આધુનિક વિમાનમાં જો ફ્લૅપ્સ સેટ ન હોય તો કોકપિટમાં જોર-જોરથી એલાર્મ વાગવા લાગે છે અને સ્ક્રીન પર વોર્નિંગ પણ આવે છે.
હાઇડ્રોલિક ફેલ્યોરની શક્યતા
ત્રીજી સંભાવના એ હોઈ શકે છે કે પાયલટે ભૂલથી ખોટો લિવર ખેંચી દીધો હોય. સ્ટીવના મતે વિમાન જેવું ટેકઓફ કરે છે તો કો-પાયલટ કહે છે કે વિમાન હવામાં ઉઠી ચૂક્યું છે. આ પછી પાયલટ કહે છે કે ગિયર અપ. હોઈ શકે છે કે કો-પાયલટે ભૂલથી ગિયરને બદલે ફ્લૅપ્સ વાળો હેન્ડલ ખેંચી દીધો હોય. આનો અર્થ, વિમાનમાંથી તે ભાગો હટી જાય જે તેને હવામાં ટકાવી રાખવામાં મદદ કરે છે. છેવટે, નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર પહોંચતા દેખાય છે કે બંને એન્જિન ફેલ થવાને કારણે આ દુર્ઘટના થઈ હશે. જોકે, ભારતમાં આ મામલે તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ મૃતકોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા












