
Gujarat News : હાલ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગણતરીના દિવસોમાં ચોમાસુ દસ્તક આપશે. ત્યારે અમદાવાદ મનપાની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલતી દેખાઈ રહી છે. અમદાવાદ મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ શહેરીજનો માટે એક કડક જાહેરાત કરી છે. જેમાં જણાવાયું છે કે, આગામી ચોમાસા દરમ્યાન રોડ-અંડર પાસ કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદાર મનપાની રહેશે નહીં.
આ 25 અંડરબ્રિજ રહેશે બંધ
જેમાં ઉસ્માનપુરા અંડરબ્રિજ, સ્ટેડિયમ અંડરબ્રિજ, અખબારનગર અંડરબ્રિજ, નિર્ણયનગર અંડરબ્રિજ, કુબેરનગર અંડરબ્રિજ, મણીનગર (દક્ષિણી) અંડરબ્રિજ, પરીમલ અંડરબ્રિજ, મીઠાખળી પેડેસ્ટ્રીયન અંડરબ્રિજ, જી.એસ.ટી. અંડરબ્રિજ, કાળીગામ ડેમુ અંડરબ્રિજ, મીઠાખળી અંડરબ્રિજ, સિલ્વર સ્ટાર ચાર રસ્તા અંડરબ્રિજ, ચેનપુર લેક અંડરબ્રિજ, અગિયારસી માતા મંદિર અંડરબ્રિજ, ચાંદલોડીયા લેક પાસે અંડરબ્રિજ, આઈ.ઓ.સી.એલ. ચેનપુર ગામ પાસે અંડરબ્રિજ, વસ્ત્રાપુર ક્રોસિંગ અંડરબ્રિજ, મકરબા ક્રોસિંગ અંડરબ્રિજ, ચામુંડા ક્રોસિંગ અંડરબ્રિજ, ગીન્ની લેક અંડરબ્રિજ, મકરબા ક્રોસિંગ અંડરબ્રિજ, ઉમા ભવાની અંડરબ્રિજ, આઈ.ઓ.સી. રોડ, ચાંદખેડા અંડરબ્રિજ, કાળીગામ ગરનાળા અંડરબ્રિજ, ડી-કેબીન અંડરબ્રિજ અને જલારામ અંડરબ્રિજ (પાલડી) માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1 ઈંચ વરસાદમાં બ્રિજ બને છે સ્વિમિંગ પૂલ
અમદાવાદમાં 25 જેટલા અંડરબ્રિજમાં ચોમાચામાં માત્ર 1 ઈંચથી વધારે વરસાદ પડતા આખો બ્રિજ સ્વિમિંગ પૂલ બની જાય છે. ત્યારે મનપાએ વરસાદ પહેલા જ વાહનચાલકોને ચેતવી દીધા છે. વરસાદ દરમ્યાન અંડરબ્રિજમાંથી પસાર થવું જોખમી છે ત્યારે જો કોઈ વાહનચાલક જીવના જોખમે બ્રિજ નીચેથી પસાર થશે તો તેમની કોઈ પણ પ્રકારની જવાબદારી મનપાની રહેશે નહીં.
ચોમાસામાં વૈકલ્પિક રૂટો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા
આ દરમ્યાન AMC દ્વારા પંપ વડે અંડરબ્રિજમાંથી પાણી કાઢવામાં આવે છે. જેના પગલે બ્રિજ બંધ કરવાની ફરજ પડે છે. ત્યારે પાણી કાઢવામાં બે કલાકથી વધુ સમય જતો હોય છે. આવી સ્થિતિમાં મનપા દ્વારા વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવે છે. પરંતુ આવા રૂટો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.
આ પણ વાંચો : દેશમાં વધી રહ્યો છે ‘શોર્ટ સ્ટે’નો નવો ટ્રેંડ, 50થી વધુ શહેરોમાં હજારો હોટલો પ્રદાન કરે છે આ સેવા












