અમદાવાદ: ફ્રેન્ચનાં ડુબ્લીકેટ પાસપોર્ટ સાથે જૈમિન પટેલને દોહા એરપોર્ટ ખાતે ઈમિગ્રેશન અધિકારીએ ઝડપી પાડ્યો

24 એપ્રિલ 2025 અમદાવાદ: આણંદ જિલ્લાના કરમસદનો યુવક જૈમિન સંજયભાઈ પટેલ ફ્રેન્ચના ડુબલીકેટ પાસપોર્ટ સાથે દોહા ખાતેથી આવતા એરપોર્ટ પર ઈમિગ્રેશનની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીએ ઝડપી પાડી વધુ તપાસ માટે અમદાવાદ SOGને સોંપી દેવાયો છે. જોકે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડુબલીકેટ પાસપોર્ટના આધારે આરોપી ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશોમાં અગાઉ મુસાફરી કરી ચૂક્યો છે.
મુંબઈના બે ઈસમો પાસેથી ડુબ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો
અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના DYSP એલ એન દેસાઈએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ફ્રેન્ચના ડુબલીકેટ પાસપોર્ટ સાથે દોહાથી આવતી વખતે એરપોર્ટ ઉપર જૈમીન સંજયભાઈ પટેલ નામના યુવકની ઈમિગ્રેશનની તપાસ કરતા ઈમિગ્રેશન અધિકારીને શંકા જતા ત્યાં જ તેની ધરપકડ કરવામાં આવી છે. જેના વિરુદ્ધ એફઆઇઆર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઈરફાન તેમજ અન્ય મુસ્લિમ ઈસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યું હતું. જે અંગે વધુ ઇન્વેસ્ટીગેશન શરૂ કરી દેવામાં આવી છે.
Dysp દેસાઈએ ઉમેર્યું હતું કે આ અંગે પ્રાથમિક તપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ 3 લાખ રૂપિયામાં ડુબલીકેટ પાસપોર્ટ બનાવ્યો હતો અને અગાઉ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ ડુપ્લીકેટ પાસપોર્ટથી મુસાફરી કરી ચૂક્યો હતો.












