અમદાવાદ: DNA મેચ કરવાની કામગીરી યથાવત; જાણો પ્લેન ક્રેશની અત્યાર સુધીની અપડેટ

15 જૂન 2025 અમદાવાદ: 13 જુનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ ક્રિશ થયા અને ત્રણ દિવસ વીતી ચૂક્યા છે. ત્યારે DNAના સેમ્પલ લેવાની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવી છે તેમજ અત્યાર સુધી 42 ના સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે અને 14 લોકોના મૃતદેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યા જેમાં સૌથી મોટા સમાચાર તો એ છે કે 70 કલાક પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે. જમા તેમનો પરિવાર હવે અંતિમ સંસ્કાર માટે પ્લેન મારફતે રાજકોટ હિરાસર પહોંચે અને તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવામાં આવશે ત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની સ્થિતિ છે શું થઈ રહ્યું છે, જાણી લઈએ એકવાર..
સિવિલ હોસ્પિટલ ખાતે ઋષિકેશ પટેલ રહ્યા સતત હાજર
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં રૂપાણીના નિવાસ્થાને અંતિમ દર્શનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પરસોતમ રૂપાલા અને ભુપેન્દ્ર ચુડાસમા પણ ગાંધીનગર રૂપાણીના નિવાસ્થાનેથી રાજકોટ જવા રવાના થઈ ચૂક્યા છે. જેમાં વિજય રૂપાણીના વૃદ્ધિ અને સોંપવાની કામગીરી દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં બે મંત્રીઓ હાજર હતા. આ તમામ બાબતે વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા અંગે પરિવારને જાણ કરવાનું કામ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યું છે અને સિવિલ હોસ્પિટલમાં હાજરી આપી તમામ પરિવારજનોના ડીએનએ તેમજ મૃતદેહ સોંપવાની કામગીરીનો અહેવાલ મેળવી રહ્યા છે.
8ની સારવાર યથાવત 1ની હાલત ગંભીર
ઘટનાની વધુ વિગતે વાત કરીએ તો શનિવાર સુધીમાં 248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે આ દુર્ઘટનામાં જે મૃતકો છે તેમાં ગુજરાતના અલગ અલગ 18 જિલ્લા છે જેઓના મૃતદેહને વતનમાં પહોંચાડવા માટે કુલ 230 ટીમ બનાવવામાં આવી છે પ્લેન દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના વિસ્તારમાં હાજર 32 લોકો ઇજાગ્રત થયા હતા જેમાં આઠની હાલ સારવાર ચાલી રહી છે જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ પ્લેન ક્રેશની અત્યાર સુધીની તમામ અપડેટ
12 જૂના રોજ 1:38ના સમયે એર ઇન્ડિયાની ફ્લાઈટ નંબર 171 અમદાવાદથી ટેક ઓફ થઈ હતી. જે બાદ 1:40ની આસપાસ ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થઈ ગયુ હતું. જે બાદ તરત જ 1:43 મિનિટે પોલીસ ફાયરને કોલ મળ્યો હતો. 1:55 એ 40 વાઇફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા જે બાદ 2 વાગે એર ઇન્ડિયા 171 પ્લેન ક્રેશ થવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ 2:30 મિનિટે ફ્લાઇટમાં વિજય રૂપાણી હોવાની ચર્ચા શરૂ થઈ. જે બાદ 2:40એ અમદાવાદ એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવાયુ હતું. ત્યારબાદ તાત્કાલિક 50 લોકોના મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તપાસ કરતાં જાણ થઈ કે બીજા મેડિકલની મેચને નુકસાન થયું છે. સાથે સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે પણ મૃતદેવો આવવા લાગ્યા હતાં.
12 જુનના રોજનો થયેલો ઘટનાક્રમ
વધુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ફ્લાઇટમાં 242 લોકો સવારે હતા. થોડોક સમય વીતા BJ મેડિકલના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પણ વાત સામે આવી હતી જે બાદ NDRF અને SDRFની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ તરત જ રાજ્ય સરકારના મંત્રીઓ ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા ધીરે ધીરે કોઈ બચ્ચું ન હોવાની પણ આશંકા વ્યક્ત થવા માંડી ત્યારબાદ એ જ દિવસે ચાર વાગતા વાગતા કોઈ બચ્યું ન હોવાની આશંકા વ્યક્ત થવા લાગી તેમ જ એર ઇન્ડિયા 105 લોકોની મોતની પુષ્ટિ કરી હતી. જે બાદ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા સાથે રાજ્ય સરકારે ઇમરજન્સીને પહોંચી વળવા આઇએએસ અધિકારી નિયુક્ત કર્યા. તે બાદ ડીએનએ મેચ કરવા સિવિલમાં સેમ્પલ લેવાનું શરૂ કરાયું અને એરપોર્ટ પરનું રૂપાણીનો અંતિમ વિડીયો સામે આવતા સ્પષ્ટ થઈ ગયું હતું કે વિજય રૂપાણી તે ફ્લાઇટમાં હતા. થોડોક સમય વિસ્તારની સાથે એકમાત્ર બચેલો વિશ્વાસ ભાલીયા સામે આવ્યો હતો.
રાતે 11 વાગે PM મોદી આવશે તેવી જાહેરાત કરાઈ હતી
સાંજે સાત વાગતા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા. ગૃહ મંત્રીની મુલાકાત બાદ ટાટા ગ્રુપ દ્વારા પરિજનોને એક એક કરોડ આપવાની જાહેરાત પણ કરાઈ હતી. જે બાદ રાતે 11 વાગ્યે પીએમ મોદીના અમદાવાદ વિઝિટની જાહેરાત કરી હતી અને બીજા દિવસે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી નિર્દેશનો આપ્યા હતા.












