અમદાવાદઃ NIMCJ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ભવાઈ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ

અમદાવાદ, 7 ડિસેમ્બર, 2024: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) અમદાવાદ ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા એક સપ્તાહના ભવાઈ તાલીમ વર્ગની આજે, શનિવારે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ લોકનાટ્યના વિવિધ રૂપોની પ્રસ્તુતિ કરી હતી.

વિદ્યાર્થીઓએ ચંદ્રકાંત ચી.મહેતાની વાર્તા “કાજીનો વેશ” પર આધારિત સાંપ્રત ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતો વેશ ભજવ્યો હતો.
આજે @NimcjOfficial ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ભવાઇ તાલિમ વર્ગની પૂર્ણાહુતિ પ્રસંગે વિદ્યાર્થીઓએ “કાજીનો વેશ”ભજવ્યો હતો.આફ્રિકન વિદ્યાર્થીઓએ મસાઇ સંસ્કૃતિ અને પરંપરાઓ પર આધારિત લોકનાટકનું પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ મંચન કર્યું હતું.. pic.twitter.com/Js6AAi9q6S
— Prof.(Dr.)Shirish Kashikar 🇮🇳 (@journogujarati) December 7, 2024
આ તાલીમ વર્ગની વિશેષતા એ રહી કે આફ્રિકન દેશોમાંથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓએ ભવાઈનો આનંદ તો માણ્યો સાથે સાથે આફ્રિકાના મસાઈ આદિવાસીઓની પરંપરા અને રિવાજો પર પ્રકાશ ફેંકતી લોકનાટીકા પણ ભજવી હતી.

સમગ્ર તાલીમ વર્ગ પ્રા.ચિરાગ પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમવર્ગ બાદ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિને પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીગણે માણી હતી.
આ પણ વાંચોઃ આવાસ, આરોગ્ય અને અન્ન-રાશન જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથીઃ અમિત શાહ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












