અમદાવાદ: દિલ્હી દરવાજા પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલી ગાડી રોકતા બે જૂથ વચ્ચે ઘર્ષણ; પોલીસે લાઠી ચાર્જ કરી મામલો થાળે પાડ્યો

30 મે 2025 અમદાવાદ: શહેરમાં 29 મે ગુરુવારના મોડી રાત્રે દિલ્હી દરવાજા પાસે ગાડીમાં પશુ હોવાના આક્ષેપ સાથે ગૌરક્ષકોએ ગાડી રોકી હોબાળો મચાવ્યો હતો. જો જોતામાં તો બે જૂથના લોકો સામ સામે આવી ગયા હતા આ વાતની પેટ્રોલિંગમાં રહેલી માધુપુરા પોલીસને થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લોકોને સમજાવી તેમજ હળવો લાઠીચાર્જ કરી મામલો થાળી પાડ્યો હતો.
કંટ્રોલ મેસેજ મળતા 7 PCR ઘટના સ્થળે પહોંચી હતી
અમદાવાદ શહેર JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે મૂડી રાત્રે પોલીસને દિલ્હી દરવાજા પાસે લોકોની ભીડ ભેગી થયા હોવાનો કંટ્રોલ મેસેજ મળતા સાતથી વધુ PCR વિહિકલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવીને પરત મોકલાયા હતા અને બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

બંને જૂથ સામસામે આવી જતા હોબાળો મચાવ્યો
ગૌરક્ષકોનો આક્ષેપ હતો કે ગાડીમાં પશુ લઇ જવામાં આવી રહ્યા છે જોકે સામે પક્ષે એવી દલીલ હતી કે અમારા ધર્મનો સૌથી મોટો તહેવાર બકરી ઈદ આવવાને કારણે કાયદા માન્ય મુજબ અમુક પ્રકારના પશુ લઈ જવા તેમજ વેચાણ કરવાનો કાયદાકીય અધિકાર છે. જોકે વધુ પડતી ભીડ ભેગી થતાં તેમજ મામલો ઉગ્ર બનતા પહેલા જ ઘટના સ્થળે જેસીપી, ડીસીપી, એસીપી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી જઈ લોકોને સમજાવી તેમજ જરૂર જણાતા હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ શાંત કરવામાં આવી હતી. આ બનાવમાં બંને જૂથના લોકોએ દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે સૂત્રોચાર કરી હોબાળો મચાવી મૂક્યો હતો અને ગુનો નોંધવાની માંગ કરી હતી












