અમદાવાદટ્રેન્ડિંગ

અમદાવાદઃ સામાન્ય બોલાચાલીમાં એકબીજા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો; 4  ઘાયલ

Text To Speech

અમદાવાદ, 14 એપ્રિલઃ અમદાવાદ શહેરનાં સરખેજ વિસ્તારના અંબર ટાવર પાસે આવેલી મોતી બેકરી પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતા એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જે બાદ ગંભીર જાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

શનિવારની મોડી સાંજનો બનાવ
શનિવારે મોડી સાંજે આઠ વાગ્યાની આસપાસ અંબર ટાવર ચાર રસ્તા પાસે રસ્તો આપવા બાબતે સ્કૂટર પર જતા તેમજ ચાલીને જતા કુલ 4 ઇસમો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા એક ઇસમ દ્વારા સામેવાળા ઉપર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. જોકે ઝઘડો મારામારીમાં બે-બે મળીને કુલ ચાર શખ્સો હતા. અને ચારે જણાએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા કર્યા હતા.

3 થી વધુ પોલીસ PCR વાન ઘટના સ્થળે દોડી આવી
ઝઘડો કર્યા બાદ ઘાયલ થતાં બે લોકોને મોટી બેકરી ઉપર આવેલી ઝાહરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. અને બીજા બે ઇસમોને 108 બોલાવી તાત્કાલિક ધોરણે બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતા પોલીસની ત્રણથી વધુ પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી. અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ઝઘડા મારામારીના રોજનાં 5 થી વધુ બનાવ
અમદાવાદ શહેરમાં સરખેજ ચાર રસ્તાથી લઈને વેજલપુર પોલીસ ચોકી સુધી વર્ષોથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. વિસ્તારના એક સ્થાનિકના જણાવ્યા મુજબ ત્યારે અંબર ટાવર પાસે મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો પેસેન્જર ભરવા માટે જમાવડો કરતા હોય છે. જેને લઈને રોજનાં પાંચથી દસ ઝઘડા અને માથાકૂટની કિસ્સા બનતા હોય છે. જેમાં અમુક ઝઘડાઓ જીવલેણ પણ સાબિત થતા હોય છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 84 જેટલી ચેકપોસ્ટ ઊભી કરાઇ, પોલીસની 18 ટીમો ફરાર આરોપીઓને શોધશે

Back to top button