અમદાવાદગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદઃ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાનાં સમર્થનમાં ભાજપ મહિલા મોરચા સંમેલન યોજાયું

13 માર્ચ 2024 અમદાવાદ : અમદાવાદનાં કાંકરિયા પિકનિક પોઇન્ટ ખાતે ભાજપ અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં મહિલા મોરચા સંમેલન યોજાયું હતું. જેમાં અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ, પશ્ચિમના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા, AMC ના પૂર્વ મેયર બીજલબેન પટેલ, ભાજપ પ્રદેશ મહિલા પ્રમુખ દીપિકાબેન સરડવા, જમાલપુર ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ વખતે ભાજપ 400 પારનો નારો આપ્યો હતો.

જીત્યા પછી તમારા ભાઈની જેમ કામ કરીશ: દિનેશ મકવાણા
સંમેલનમાં દિનેશભાઈ મકવાણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે તમને ખબર નહીં હોય તો જણાવી દઉં કે આજે મારી બહેનો રાત્રે 2 વાગે પણ અમદાવાદમાં માણેક ચોકમાંથી નાસ્તો કરીને ઘરે જાયને તો નિશ્ચિત થઈને જાય છે. એનું કારણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આજે દેશના વડાપ્રધાન છે એટલે શક્ય બન્યું છે ભારતીય જનતા પાર્ટીના હાઇકમાને આપણને કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં 26 માંથી 26 છે અને બાકી કોંગ્રેસના લોકો આગામી કોઈપણ ચૂંટણી હોય કે રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય આ વખતે જો ચારસો પારનો લક્ષ્યાંક પૂરો થયો તો કોંગ્રેસનો એક પણ ઉમેદવાર અથવા તો એક પણ કાર્ય કરતા એ આખા દેશની અંદર છે એની આપણે ખાતરી આપીએ છીએ કે એ ક્યાંય જોવા નહીં મળે, મોદી સાહેબના શાસનમાં મારી જેવા સામાન્ય કાર્યકરને મોટી જવાબદારી મળી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભાઈ હોય બેન હોય મને ખબર છે કે એ આ ગરમીની અંદર પણ પોતાનો પરસેવો પાડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે સખત મહેનત કરે છે. હું તમને ખાતરી આપું છું કે સંસદ સભ્ય બન્યા પછી એક તમારા ભાઈની જેમ તમારી સાથે નિષ્ઠાપૂર્વક કામ કરીશ. તમારા ઉમેદવારથી સંસદ સભ્ય સુધી તમારા સાથે કામ કરીશું. વધુમાં તેમને જણાવ્યું હતું કે આ વખતે નરેન્દ્રભાઈની 400 પાર કરવાના સંકલ્પને સાકાર કરવા માટે આપણે બધા સાથે મળીને મહેનત કરીએ એ જ અપીલ કરું છું.

2 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો
અમદાવાદ ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં ભાજપનાં 2 હજારથી વધુ મહિલા આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન મોદીના શાસનમાં કરાયેલા કામોને યાદ કરાવ્યા હતા અને કોંગ્રેસનાં શાસનમાં રહેલી ખામીઓનું વર્ણન કરાયું હતું. તેમજ તમામ ભાજપના આગેવાનો અને મહિલાઓ સાથે મળીને આ વખતે 400 પાર કરીને વર્લ્ડ રેકોર્ડનું સર્જન કરવા માટે નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં ધમાસાણઃ ક્ષત્રિય મહિલાઓએ 100 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા, જાણો ભાજપ-કોંગ્રેસનો આંકડો

 

 

 

 

Back to top button