ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હડકંપ મચ્યો, CISFને મળ્યો ઈ-મેલ

Text To Speech

નવી દિલ્હી, 27 એપ્રિલ: ગઈકાલે દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ-મેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોલકાતા એરપોર્ટ સહિત દેશના ચાર અલગ-અલગ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ માહિતી મળતા જ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સીઆઈએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ 26 એપ્રિલે મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશના ચાર અલગ-અલગ એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી હતી અને બાદમાં આ ધમકી અફવા સાબિત થઈ હતી.

જયપુર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી

ગઈકાલે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ બોમ્બની ધમકી મળી હતી, જેના પછી ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે બપોરે એરપોર્ટના સત્તાવાર ફીડબેક આઈડી પર ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ પછી એરપોર્ટ સુરક્ષાકર્મીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. સાયબર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

મેલમાં લખ્યું- હિંમત હોય તો પકડી પાડો

ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, એરપોર્ટના પ્રવેશદ્વાર પર બૉમ્બ મુકવામાં આવ્યો હતો. હું બેંગલુરુમાં બેઠો છું, જો તમારા અંદર દમ હોય તો મને પકડી પાડો. નોંધનીય છે કે છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી ધમકી છે.જો કે, પછી તપાસ કરતાં આ ધમકી માત્ર એક અફવા સાબિત થઈ હતી. હાલ પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, સુરતના VR મોલને બોમ્બથી ઉડાવાની ધમકી

Back to top button