ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સેમ‌ પિત્રોડાએ ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખપદેથી આપ્યું રાજીનામું

Text To Speech

નવી દિલ્હી, 8 મે:  સામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ દીધું છે. પરંતુ આ પગલું એવા સમયે લેવાયો છે જ્યારે પિત્રોડાની ટીપ્પણી  “પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે અને દક્ષિણ ભારતીયો આફ્રિકન નાગરિકો જેવા દેખાય છે” દેશમાં વિવાદ ઉભો થયો છે. જોકે, કોંગ્રેસે પિત્રોડાની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા હતા અને તેમને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યા હતા. પાર્ટીએ કહ્યું કે તે આ ટિપ્પણીઓથી પોતાને ‘સંપૂર્ણપણે અલગ’ કરે છે.બીજી બાજુ, ભાજપે પિત્રોડા પર ‘જાતિવાદી’ ટિપ્પણી કરવાના કારણે તેમના પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે તે વિરોધ પક્ષની ‘વિભાજનકારી’ રાજનીતિને છતી થઈ છે.

સામ પિત્રોડાની વિવાદિત ટીપ્પણી જેના કારણે વિવાદ ઉભો થયો

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પિત્રોડાએ પોડકાસ્ટમાં આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, “અમે 75 વર્ષથી ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં રહીએ છીએ, કેટલીક લડાઈઓને બાદ કરતા લોકો એકસાથે રહી શકે છે. આપણે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને અખંડ રાખી શકીએ છીએ. જ્યાં પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે. પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય છે, જ્યારે  ઉત્તરના લોકો ગોરા અને  દક્ષિણના લોકો દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. પરંતુ કોઈ વાંધો નથી, અમે બધા ભાઈ-બહેન છીએ. ભારતના વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ રીત-રિવાજો, ખોરાક, ધર્મ, ભાષા છે, પરંતુ ભારતના લોકો એકબીજાને માન આપે છે.જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું હતું.

કોંગ્રેસે આ વિવાદિત ટિપ્પણીથી જાળવ્યું અંતર

સેમ પિત્રોડાની વિવાદિત ટીપ્પણીથી કોંગ્રેસે અંતર જાળવતા પાર્ટીએ દુર્ભાગ્ય અસ્વીકાર્ય ગણાવ્યું. આ સિવાય કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર કહ્યું,”ભારતની વિવિધતા સાથે સેમ પિત્રોડાની તુલના ખૂબ જ ખોટી અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સરખામણીઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.”વિદેશ રહેતા સામ પિત્રોડાની આ વિવાદિત ટિપ્પણી વાયરલ થતા દેશભરમાં વિવાદ ઉભો થયો છે ત્યારે એ વચ્ચે સામ પિત્રોડાના આ નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવતા અચાનક સામ પિત્રોડાએ ઈન્ડિયન કોંગ્રસ ઓવરસીઝના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો: ‘શહેજાદાના અંકલે ભારતીયોને અપશબ્દો બોલ્યા’, પિત્રોડાના નિવેદન પર વરસ્યા PM મોદી

Back to top button