ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

IMF પછી અબ ADB ભી મહેરબાન ઔર પાકિસ્તાન પહલવાન, મળી આટલા કરોડની સહાય

નવી દિલ્હી, 4 જૂન, 2025: After IMF, ADB also helped Pakistan દુનિયાભરમાં આતંકવાદના જનક તરીકે પાકિસ્તાન જાણીતું હોવા છતાં તેને આર્થિક સહાય આપવામાં વૈશ્વિક બેંકો જરાય શરમ અનુભવતી નથી. અગાઉ IMF દ્વારા સહાય મળ્યા બાદ હવે ભારતના વિરોધની પરવા કર્યા વિના એશિયન ડેવલપમેન્ટ બેંક ADBએ પણ પાકિસ્તાનને સહાય આપી દીધી છે.

પ્રારંભિક અહેવાલો અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. આ પછી, પાકિસ્તાન ફરી એકવાર વિશ્વના દેશો સમક્ષ નાણાકીય સહાયના નામે ભીખ માંગવા પહોંચ્યું છે. આ દરમિયાન, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પાકિસ્તાન માટે 800 મિલિયન યુએસ ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી છે. ભારતના વિરોધ છતાં ADB એ આ પગલું ભર્યું છે.

ભારતે આતંકવાદને નાણાં પૂરું પાડવાના ઇતિહાસને કારણે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની સહાય આપવા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. આ પહેલાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિ (IMF) એ પણ પાકિસ્તાનને લગભગ 8,500 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ ફાળવ્યું હતું. ભારતે પાકિસ્તાનની આર્થિક નબળાઈનો ઉલ્લેખ કરતાં લોનની રકમના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનના નાણામંત્રીના સલાહકાર ખુર્રમ શહેઝાદે જણાવ્યું કે આ પેકેજ હેઠળ 300 મિલિયન યુએસ ડોલરની પોલિસી આધારિત લોન (PBL) અને 500 મિલિયન યુએસ ડોલરની પ્રોગ્રામ આધારિત ગેરંટી (PBG) દેશમાં યોજનાઓ પૂર્ણ કરવા માટે આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ADB એ સુધારા કાર્યક્રમ હેઠળ પાકિસ્તાન માટે 800 મિલિયન યુએસ ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી છે.

પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર, પાકિસ્તાનના નાણા મંત્રાલયે જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસાધનો એકત્ર કરવા અને નાણાકીય સુધારાઓ દ્વારા અર્થતંત્રને સ્થિર કરવાનો છે. મંત્રાલયે કહ્યું, “આ સહાયથી કર પ્રણાલીમાં સુધારો, રાજસ્વમાં વધારો અને આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાશે.”

આ પણ વાંચોઃ એક પત્રકારે જ્યારે UN હેડક્વાર્ટરમાં બિલાવલ ભુટ્ટોની બોલતી બંધ કરીઃ જુઓ વીડિયો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button