મનોરંજન

અમીર ખાન બાદ હવે શાહરૂખ ખાન અને દીપિકાની ફિલ્મ ‘પઠાન’ના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલુ

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાનને લઈને વિવાદો વધી રહ્યા છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ હવે લોકોએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનને પોતાનું આગામી ટાર્ગેટ બનાવ્યું છે. આ સાથે હવે બોયકોટ પઠાન ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરવા લાગ્યો છે.તેમજ શાહરૂખની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે.

શું છે કારણ ?

સોશિયલ મીડિયા પર આમિર બાદ શાહરૂખ ખાનનું કમબેક પણ લોકોને પસંદ નથી આવી રહ્યું. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ લોકોએ બોયકોટની માંગ વધારવાનું શરૂ કર્યું છે. જો કે, લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું, તેનું કારણ સામે આવ્યું નથી. પરંતુ, કેટલાક યુઝર્સ આ કારણે દીપિકા પાદુકોણને નિશાન બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

બહિષ્કારનું કારણ કેમ છે દીપિકા ?

આ ફિલ્મના બહિષ્કાર માટે દીપિકાને જવાબદાર ગણવામાંઆવી રહી છે. જેના કારણ તમને જણાવી દઈએ કે કેટલાક લોકો દીપિકાની જેએનયુ મુલાકાતને શાહરૂખની ફિલ્મ પઠાનના બહિષ્કારનું કારણ ગણાવી રહ્યા છે.

તે જ સમયે, એક યુઝરે ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘નેક્સ્ટ મિશન બોયકોટ પઠાન.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, મિશન સ્ટાર્ટ #BoycottPathan.

ફિલ્મના બિઝનેસ પર પડશે અસર?

ઉલ્લેખનીય છે કે, શાહરૂખની ફિલ્મ પઠાન આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહરૂખ પોતાની ત્રણ મોટી ફિલ્મો સાથે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. બંનેનો ફર્સ્ટ લૂક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે ફિલ્મની રિલીઝના લગભગ 6 મહિના પહેલાથી જ બહિષ્કારની માંગણી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે દીપિકા અને શાહરૂખની આ ફિલ્મનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. તેમજ શું આ બહિષ્કારથી ફિલ્મના કલેક્શન પર પણ અસર પડશે કે નહી?

Back to top button