ટ્રેન્ડિંગનેશનલ

ભારે ભીડ અને ચીસો…. એક્ટર વિજયની રેલીમાં થયેલી મૃત્યુની નાસભાગનો વીડિયો આવ્યો સામે

તમિલનાડુઃ 28 સપ્ટેમ્બર, 2025: Vijay Rally Stampede Video: તમિલનાડુના કરૂરમાં એક્ટર અને રાજનેતા વિજયની જાહેર સભા દરમિયાન થયેલી ભાગદોડમાં મૃત્યુઆંક વધીને 39 પર પહોંચી ગયો છે, જ્યારે 46 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે દર્શાવે છે કે નાસભાગ બાદ લોકો નીચે દબાઈ ગયા હતા અને ચારે તરફ મદદ માટે ચીસો સંભળાઈ રહી હતી. આ દૃશ્યો હ્રદય  હતા.

કેમ સર્જાઈ દુર્ઘટના?

તમિલનાડુના પોલીસ મહાનિર્દેશક (DGP) જી. વેંકટરમણે રવિવારે (28 સપ્ટેમ્બર) આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, અભિનેતા વિજયના કાર્યક્રમ સ્થળે મોડા પહોંચવાના કારણે ભીડ વધી ગઈ હતી. આ ઉપરાંત, આકરા તડકામાં લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો પાસે ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા નહોતી, જેના કારણે પરિસ્થિતિ વણસી હતી.

DGP વેંકટરમણે કહ્યું કે, ‘આ અત્યંત દુઃખદ ઘટના છે. અત્યાર સુધીમાં 39 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 12 પુરુષો, 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે.’

પક્ષ દ્વારા સમય અંગેની ખોટી માહિતી

ડીજીપીએ જણાવ્યું કે, વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ના સત્તાવાર ‘એક્સ’ એકાઉન્ટ પર એવી માહિતી આપવામાં આવી હતી કે વિજય બપોરે 12 વાગ્યે સભા સ્થળે પહોંચશે, જેના કારણે મોટી સંખ્યામાં ભીડ સવારથી જ એકઠી થવા લાગી હતી.

મોડા આવવાને કારણે પરિસ્થિતિ વણસી

આ વિશે વધુ વાત કરતા ડીજીપીએ કહ્યું કે, સભા માટે બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીની પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ TVKના એકાઉન્ટ પર 12 વાગ્યે આવવાની વાત હતી, જેનાથી સવારે 11 વાગ્યાથી જ ભીડ એકઠી થવા લાગી. જોકે, વિજય સાંજે 7.40 વાગ્યે પહોંચ્યા હતા. આટલા લાંબા સમય સુધી તેજ તડકામાં લોકોને ભોજન કે પાણી મળ્યું નહોતું. અમારો હેતુ કોઈને દોષ આપવાનો નથી, અમે માત્ર તથ્યો રજૂ કરી રહ્યા છીએ.

એક જગ્યાએ વિજયનું સ્વાગત કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા હતા, જેના કારણે પોલીસે તેમને સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડ્યા હતા, પરંતુ આ દરમિયાન ભાગદોડની ઘટના બની હતી.

આ પણ વાંચોઃ ‘OG’ એ ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી, ‘જોલી LLB 3’ ને પાછળ છોડી

આ પણ વાંચોઃ UNGAમાં નવા ભારતનો ડંકો, ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાને કહ્યું- “PM મોદી સમગ્ર વિશ્વમાં મોટું યોગદાન આપી રહ્યા છે”

Back to top button