ટ્રેન્ડિંગમનોરંજનલાઈફસ્ટાઈલ

એક્શન, રોમેન્ટિક કે કોમેડી, તમને કેવી ફિલ્મો ગમે છે? તેમાં છુપાયું છે તમારી પર્સનાલિટીનું રહસ્ય

  • લોકો સાથે ઓછા સંમત થતા અને અને બહિર્મુખી હોય તેવા લોકોને હોરર પ્રકારની ફિલ્મો વધુ પસંદ પડે છે

HD ન્યુઝ ડેસ્કઃ દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. જોકે દરેકની પસંદગી અલગ અલગ હોય છે. કેટલાકને હોરર ફિલ્મો ગમે છે, કેટલાકને રોમેન્ટિક ફિલ્મો ગમે છે, તો કેટલાકને એક્શન ફિલ્મો ગમે છે, Action, romantic comedy પરંતુ શું તમે જાણો છો કે તમને જે પ્રકારની ફિલ્મો ગમે છે તે તમારા વ્યક્તિત્વને પણ પ્રગટ કરી શકે છે?

હોરર 

હ્યુમન સાઈકોલોજી વિશે માહિતી આપતી વેબસાઈટ મુજબ જે લોકો વધુ ન્યુરોટિક, લોકો સાથે ઓછા સંમત થતા અને અને બહિર્મુખી હોય છે તેમને આ પ્રકારની ફિલ્મો વધુ ગમે છે. આ લોકો હાઈ સેન્શન વાળી ફિલ્મો પસંદ કરે છે આવા લોકો સહાનુભૂતિનો અભાવ ધરાવે છે.

રોમાન્સ

જો તમને રોમેન્ટિક ફિલ્મો જોવાનો શોખ હોય, તો તમે એવા વ્યક્તિ છો જેમને નવા અનુભવો ગમતા નથી. આ લોકો એક્સટ્રોવર્ટ અને સરળતાથી લોકોની વાત માની લેનારા હોય છે. તેઓ સરળતાથી અન્ય લોકોને ગમી જાય છે. તેઓ લોકો સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે અને બીજાઓને સમજે છે.

કોમેડી

જે લોકો કોમેડીનો આનંદ માણે છે તેઓ પડકારજનક પરિસ્થિતિઓને ટાળે છે. તેઓ વધુ સંમત અને અનુભવો માટે ઓછા ખુલ્લા હોય છે. ઘણા અહેવાલો અનુસાર જે લોકો કોમેડીનો આનંદ માણે છે તેઓ વધુ સકારાત્મક હોય છે.

એક્શન અને એડવેન્ચર

એક્શન અને એડવેન્ચર ફિલ્મો જોનારાઓનું વ્યક્તિત્વ હોરર ફિલ્મો પસંદ કરનારાઓને ખાસુ મળતું આવે છે. જોકે એક્શન અને એડવેન્ચર ફિલ્મો જોનારા લોકોમાં ન્યુરુટિસિઝમ ઓછું હોય છે અને એવા લોકોમાં નેતૃત્વના ગુણો પણ હોય છે.

આ પણ વાંચોઃ મલયાલમ સિનેમાના દિગ્ગજ શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન: કમલ હાસન, શશિ થરૂરે શોક વ્યક્ત કર્યો

Back to top button