ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

એસીબીનું છટકુંઃ ખોટા કેસ ન કરવા બદલ એક લાંચની લાંચ માંગતો માળીયા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો

સુરેન્દ્રનગર, તા. 13 જુલાઈ, 2025: ગુજરાતમાં લાંચ માંગતા ઈસમો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રાજ્યમાં રોજબરોજ કોઈક લાંચિયા લોકોને એસીબી ઝડપી રહ્યું છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. માળીયા (મી) પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ખોટા કેસ ન કરવા અને હેરાન ન કરવા બદલ રૂપિયા એક લાખની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયો હતો.

માળિયા મીયાણા પોલીસ મથકમાં આરોપી સામે ખોટા કેસ ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે જ એક લાખની લાંચની માગણી કરી હતી. તે રકમ તેના સાથીને આપી દેવા જણાવ્યું હતું પરંતુ ફરિયાદી તે આપવા ન માગતા હોય, એસીબીનો સંપર્ક કર્યો હતો અને ટીમે ખરા ટાંકણે જ ત્રાટકીને બન્નેની મનની મનમાં જ રાખી દીધી હતી અને એક લાખની રોકડ સાથે વચેટિયાને ઝડપી લીધો હતો અને બાદમાં બન્ને સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી


માળિયા મીયાણા પોલીસ મથકના વર્ગ _3ના કોન્સ્ટેબલ રાયમલભાઇ નાનજીભાઇ સીયાળએ એક વ્યક્તિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી દીધી હતી અને ખોટા કેસ ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે કોન્સ્ટેબલે એક લાખની માગણી કરી હતી અને તે તેમના સાથી ગુલામરસુલ હૈદરભાઇ જામને આપી દેવા જણાવ્યું હતું.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા ન માગતા હોઇ સુરેન્દ્રનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું અને આ લાંચની રકમની લેવડદેવડ ભીમસર ચોકડી પાસે કરવાનું નક્કી કર્યા બાદ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદીને રકમ આપતા અને રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ હદ થઈ, મહીસાગરમાં કરાર આધારીત ગ્રામ રોજગાર સેવક લાંચ લેતા ઝડપાયો

Back to top button