હદ થઈ, મહીસાગરમાં કરાર આધારીત ગ્રામ રોજગાર સેવક લાંચ લેતા ઝડપાયો

મહીસાગર, તા. 12 જુલાઈ, 2025: લુણાવાડાના થાણા સાવલી ગ્રામ પંચાયતનો કરાર ગ્રામ રોજગાર સેવક લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયો હતો. ફરીયાદીનુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજુર થતા તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ રૂ.૩૦,૦૦૦/- નુ પ્રથમ હપ્તો બરોડા બેંક ખાતામા જમા થયો હતો. અને બીજો હપ્તો રૂ.૮૦,૦૦૦ નો તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ જમા થયો હતો.
જે કામે મહેશભાઇ પરાગભાઇ વણકર ( ઉ.વ.૪૨, ધંધો- નોકરી ગ્રામ રોજગાર સેવક, થાણા સાવલી ગ્રામ પંચાયત)એ રૂ.૧૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. જેનુ ફરીયાદીએ તેમના મોબાઇલ ફોનમા રેકોર્ડીગ કર્યું હતું. ફરીયાદીએ આક્ષેપિતને થોડું ઓછુ થાય તેમ કરી આપવા જણાવતા આક્ષેપિતે ત્રીજો હપ્તો ઓછો પડશે તેમ જણાવી રૂ.૧૦,૦૦૦ ની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, તેમણે મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની માંગણી કરતો ઝડપાયો હતો.
ટ્રેપનું સ્થળ: મોજે કોઠંબા બસ સ્ટેશન સામે, મુન્નાભાઇ કાછીયાની હોટલ આગળ બજારમા જાહેર રોડ ઉપર
આ પણ વાંચોઃ ગુજરાતમાં આ ઘાતક રોગના મૃત્યુદરમાં થયો 37 ટકાનો ઘટાડો, જાણો વિગત











