ACB Trap: દેત્રોજની શેઠ શ્રી એલ.વી & કે.વી ભાવસાર વિદ્યા મંદિર સ્કુલના આચાર્ય લાંચ લેતા પકડાયા

અમદાવાદ, તા. 23 સપ્ટેમ્બર, 2025: ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) સતત પ્રયત્નશીલ છે, તેમ છતાં કેટલાક લોકો લાંચ લેતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદના દેત્રોજમાં સામે આવ્યો છે, જ્યાં એક શાળાના આચાર્ય અને ક્લાર્ક ₹૩૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ પકડાયા છે.
શિક્ષિકાની નિમણૂક માટે લાંચ
આ ઘટના દેત્રોજની શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલમાં બની હતી. એક શિક્ષિકા, જેમણે ટાટ પરીક્ષા પાસ કરીને આ શાળામાં નિમણૂક મેળવી હતી, તેમની પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ અને જુનિયર ક્લાર્ક વિમલભાઈ પટેલએ આ શિક્ષિકા પાસેથી ₹૩૫,૦૦૦ની માંગણી કરી હતી. આચાર્યએ કહ્યું હતું કે તેમણે શિક્ષિકાની નોકરીને EWS (આર્થિક રીતે નબળા વર્ગ) હેઠળ બદલી છે, જેના બદલામાં આ રકમ આપવી પડશે.
એસીબીએ ગોઠવ્યું છટકું
શિક્ષિકા આ લાંચ આપવા માંગતા નહોતા, તેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ તરત જ આયોજન કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચ આપતી વખતે, આચાર્ય કમલેશભાઈએ શિક્ષિકાને પૈસા ક્લાર્ક વિમલભાઈને આપવાનું કહ્યું, જેવી જ વિમલભાઈએ આ રકમ સ્વીકારી, તરત જ એસીબીની ટીમે બંનેને પકડી લીધા હતા.એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. બનાવના પગલે સ્કૂલ કેમ્પસમાં સોંપો પડી ગયો હતો.
શેઠ શ્રી એલ.વી. & કે.વી. ભાવસાર વિધા મંદિર સ્કુલ, તા.દેત્રોજ, જિ.અમદાવાદ ખાતે ફરજ બજાવતા આચાર્ય કમલેશભાઈ માણેકલાલ પટેલ અને જુનિયર ક્લાર્ક વિમલભાઈ ભાઇલાલભાઈ પટેલ રૂા.૩૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat— ACB Gujarat (@ACBGujarat) September 23, 2025












