અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વધુ એક અકસ્માતે લીધો યુવકનો જીવ, મોડી રાત્રે કારચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે

Text To Speech

અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રન
વધુ એક અકસ્માતે લીધો યુવકનો જીવ
ગત મોડી રાત્રે કારચાલકે બાઇલચાલકે લીધો અડફેટે

અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રીજ પર સર્જાયેલા અકસ્માતે સૌકોઈની આંખો ભીની કરી દીધી હતી. આ અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ સતર્ક બની ગઈ હતી. જો કે, તેમ છતાં અકસ્માતની ઘટનાઓમાં હજી પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રનની ઘટના બની છે.

વધુ એક અકસ્માતની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. પ્રાથમિક વિગતો મુજબ મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.

કાર ચાલક અકસ્માત સર્જી ફરાર
મહત્વનું છે કે,અકસ્માત સર્જાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જો કે, અકસ્માત સર્જયા બાદ કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત: પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર દલીલો પૂર્ણ, ચુકાદાની તારીખ જાહેર

અમદાવાદમાં બેફામ કાર ચાલકોના ભોગે નિર્દોષ ગુમાવી રહ્યા છે જીવ
નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. તે બાદમાં મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દરમિયાન હવે શહેરના એલિસબ્રિજ પર અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા: જુનાડીસા નજીક હીટ એન્ડ રનની ઘટના, મહિલાને ગંભીર ઇજા

Back to top button