આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

એક નિષ્ઠુર માતાએ પોતાની પુત્રીને બિલ્ડિંગના ચોથા માળેથી ફેંકી કરી હત્યા

હૈદરાબાદ 16 ડિસેમ્બર 2025: તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ તેની 8 વર્ષની પુત્રીને ઇમારતના ચોથા માળેથી ફેંકી દીધી. ઇમારત પરથી ફેંકી દેવાથી બાળકીનું મોત નીપજ્યું હતું. અહેવાલો અનુસાર, 37 વર્ષીય મહિલાએ તેના પરિવારના સભ્યો સાથેના કથિત ઝઘડા બાદ આ ભયાનક પગલું ભર્યું હતુ.

પોલીસે શું કહ્યું?

પોલીસે મંગળવારે જાણાવ્યું કે હૈદરાબાદમાં એક ઇમારત પરથી ફેંકી દેવામાં આવ્યા બાદ એક છોકરીનું મૃત્યુ થયું છે. મલ્કજગિરી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બપોરે બની હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે મહિલાનો તેના પરિવાર સાથે ઝઘડો થયો હતો, જેના કારણે તે માનસિક રીતે અસ્વસ્થ હતી. જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતુ.

મહિલાએ તેની પુત્રીની હત્યા કેવી રીતે કરી?

પોલીસે જણાવ્યું કે મહિલા ખાનગી કર્મચારી તરીકે કામ કરતી હતી. સોમવારે, લડાઈને કારણે માનસિક રીતે અસ્વસ્થ થયા બાદ, તે તેની પુત્રીને ઇમારતના ચોથા માળે લઈ ગઈ અને ત્યાંથી ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: શું AI આતંકવાદીઓનું નવું હથિયાર બની ગયું છે, ગુપ્તચર એજન્સીઓએ ચેતવણીમાં શું કહ્યું?

Back to top button