ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટ્સ

રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો, પીએસએલની મેચ થઈ રદ્દ

રાવલપિંડી, તા. 8 મે, 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભારત પાકિસ્તાનમાં ઘૂસીને તેના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી રહ્યું છે. પહેલા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને ત્યારબાદ કરાચી અને લાહોર જેવા મોટા શહેરોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા. આ સંદર્ભમાં, રાવલપિંડીના ક્રિકેટ સ્ટેડિયમને ખરાબ રીતે નુકસાન થયું હોવાના સમાચાર છે.

આ મેદાન પર, 8 મેના રોજ, પાકિસ્તાન સુપર લીગમાં ડેવિડ વોર્નરની કરાચી કિંગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે રમાનરી મેચ રદ્દ કરવામાં આવી હતી. તણાવને ધ્યાનમાાં રાખી આખી ટુર્નામેન્ટ રદ થવાનો ભય પણ છે. ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવાની તૈયારી કરી રહ્યા છે.

પાકિસ્તાનના જીઓ સુપર ટીવી અનુસાર, પીસીબીએ ગુરુવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે પીએસએલ ફ્રેન્ચાઇઝીઓ સાથે તાત્કાલિક બેઠક બોલાવી હતી. પીએસએલના બાકીના મેચો યોજવા માટેના સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી.રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકાએ તેના નાગરિકો અને દૂતાવાસના અધિકારીઓ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં અમેરિકન નાગરીકોને લાહોર છોડી દેવાની અપીલ કરવામાં આવી છે. ઉપરાંત, લાહોરમાં અમેરિકાના દૂતાવાસે તેના અધિકારીઓને સલામત સ્થળે રહેવાની સૂચના આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો યુએસ નાગરિકો ‘સંઘર્ષના વિસ્તારમાં’ રહેતા હોય અને સુરક્ષિત હોય તો તેમણે ત્યાંથી નીકળી જવું જોઈએ. જો તેઓ સુરક્ષિત રીતે નીકળી ન શકે, તો તેમણે ત્યાં સુરક્ષિત આશ્રય લેવો જોઈએ.

Back to top button