ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

પુણેઃ ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી, 20થી વધુ પ્રવાસીઓ તણાયાની આશંકા

પુણે, તા. 15 જૂન, 2025: મથુરા બાદ પુણેમાં પણ મોટી દુર્ઘટના બની હતી. ઈન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 20થી વધુ પ્રવાસીઓ તણાયાની આશંકા છે. ર્ઘટના પછી સ્થાનિક તંત્ર દ્વારા બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરની હદની તલેગાંવ દાભાડે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મળતી જાણકારી પ્રમાણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલનો અડધો ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે પુલ પડ્યો ત્યારે પુલ પર ઘણા લોકો હાજર હતા. પુલ પડી જતા અનેક લોકો નદીમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. જેથી તંત્ર દ્વારા લોકોને શોધવાની અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર ઘટના બપોરે 3.40 વાગ્યાની આસપાસ બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાસ્થળે સેંકડો પ્રવાસીઓ હાજર હતા. રવિવાર હોવાથી પુલ પર મોટી સંખ્યામાં લોકો આવેલા હતા. પુલ અચાનક પડી જતા લોકો નદીમાં તણાવવા લાગ્યાં હતાં. અત્યાર સુધીમાં બે જણનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી છે.

ઘણા બાળકો પણ તેમના પરિવારો સાથે રજાઓ ગાળવા આ પુલ પર પહોંચ્યા હતા. અહીં એક મંદિર પણ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. હાલમાં, NDRFની બે ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગેલી છે. પહેલાથી જ જર્જરિત થયેલા આ પુલ પર કેટલાક લોકો બાઇક લઈને પણ પહોંચી ગયા હતા.

ઘટનાસ્થળે બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓને બચાવવા માટે 20-22 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાંજનો સમય હોવાને કારણે બચાવ કાર્યમાં તેજી લાવવામાં આવી રહી છે. જિલ્લા મુખ્યાલયથી ઘણી ટીમોને બચાવ કાર્ય માટે રવાના કરવામાં આવી છે. નદીના પ્રવાહની દિશામાં આગળના ગામોમાં પણ લોકોને બચાવવા માટે કામ ચાલુ છે. બચાવ માટે બચાવ વાન અને ફાયર ટેન્ડર બોટ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે FSLના ડિરેક્ટરે આપી માહિતી

Back to top button