આખરે ડીસા નગરપાલિકા જાગી તો ખરા, ડોકટર હાઉસ ના 43 તબીબો ને નોટિસ ફટકારી
- ગેરકાયદેસર દબાણ અને પાર્કિગ ખુલ્લા કરવા આદેશ
- પાલિકા પોલિસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરશે.. ચીફ ઓફિસર
બનાસકાંઠા 6 જૂન 2024 : ડીસા ના ડોક્ટર હાઉસ ના દબાણ મુદ્દે અનેક રજુઆતો બાદ આખરે પાલિકા આળસ ખંખેરી 43 તબીબો ને નોટિસ ફટકારી હતી. રાજકોટ ની અગ્નિકાંડ ની ઘટના બાદ સમગ્ર ગુજરાત માં સરકાર એક્શન માં આવી ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ચાલતા શોપિંગ, મોલ, લાઈબ્રેરી, હોસ્પિટલ, ગેમજોન, સિનેમાઘર સહિત સીલ કરવાના આદેશ આપ્યા હતા અને જેમાં ગુજરાત ભરમા લાગતા વળગતા અધિકારીઓ કડક કાર્યવાહી કરી હતી ત્યારે ડીસા ના ડોક્ટર હાઉસ માં માર્ગો પરના દબાણ અને પાર્કિંગ માં બનેલા હોસ્પિટલ સીલ કરવામાં નિષ્ફળ જતા પાલિકા ના અધિકારીઓ સામે માછલાં ધોવાઈ રહ્યા હતા અને ડોક્ટર હાઉસ માં કોઇ ઘટના બને તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર જઈ શકે તમે ન હોવા છતાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ તબીબો સામે કામગીરી કરવામાં ખાચકાઈ રહ્યા હતા, ત્યારે સંદેશ દૈનિક દ્વારા આં કામગીરી કરવા મુહિમ ઉપાડતા અનેક સામાજિક સંસ્થાઓ અને પાલીકા ના ચૂંટાયેલા સદસ્યોં પણ સહયોગ આપી રહ્યા હતા અને દબાણ તેમજ પાર્કિગ ખુલ્લું કરાવવા સંદેશ દૈનિક ને માહિતી પૂરી પાડતા આખરે પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા 43 તબીબો ને નોટિસ ફટકારી હતી. જોકે નોટિસ માં સ્પષ્ટ જણાવ્યું હતું કે બેઝમેન્ટ અને રસ્તા પર નું દબાણ તેમજ મંજૂરી કરતા વધારે કરેલ દબાણો દૂર કરવા નોટિસ આપી હતી સાથે બેઝમેન્ટ સીજીડીસીઆર 2017ની જોગવાઈઓ મુજબ સુસંગત ન હોઈ નોટિસ આપવામાં આવે છે કે વધારા નું બાંધકામ સ્વ ખર્ચે દૂર કરવા અને બેઝમેન્ટ માં કરેલ દબાણ કે વપરાશ તત્કાલિક બંધ કરવા પાર્કિગ માટે જગ્યા ખુલ્લી કરવા નોટિસ આપવામાં આવે છે.જોકે નોટિસ નું પાલન કરવામાં નહિ આવે તો મિલ્કત સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ બાબતે ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ એ જણાવ્યું હતું કે ડોક્ટર હાઉસ ના દબાણ મામલે રૂબરૂ મુલાકાત લઈને જૅ તબીબો હોસ્પિટલ માં દબાણ છે કે પાર્કિગ દબાણ માં છે તે ખુલ્લા કરવા નોટિસ આપી છે અને બાદમાં પોલિસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવશે તેમજ મિલ્કત સીલ કરવામાં આવશે..
જોકે ડીસા નગરપાલિકા રાજકોટ ની ઘટના જેવી ઘટના ડીસા માં બને તે પહેલા ગેરકાયદેસર દબાણો દુર કરી અને પાર્કિંગ તેમજ રસ્તાઓ ખુલ્લા કરાવે તે જરૂરી છે.
43 તબીબો ને નોટિસ ફટકારી
ડીસા ડોક્ટર હાઉસ માં ફાયર સેફટી છે પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિગ ની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટ માં જનરેટર મૂકી કોમન પ્લોટ પર દબાણ કરવું સહીત એકઝીટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલ, બિલ્ડીંગ ને નોટિસ આપવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુરમાં હવે પાણીપુરી અને ખુલ્લામાં વાસી નાસ્તો વેચવા પર સખ્ત પ્રતિબંધ