ગુજરાતટોપ ન્યૂઝ

‘જોરાવર’ ટેન્કનું હજીરામાં કરાયું પરીક્ષણ, જાણો ક્યારથી ભારતીય સેનામાં થશે સામેલ?

  • ‘જોરાવર’ લાઇટ ટેન્ક પ્રોજેક્ટનું આજે DRDOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સમીર વી કામતે પરીક્ષણ કર્યું
  • તમામ પરીક્ષણો બાદ 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઈ જશે
  • પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં LAC પર ચીનની સેનાનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે

અમદાવાદ, 06 જુલાઈ : ભારતીય સેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. DRDO અને લાર્સન એન્ડ ટુબ્રોના સંયુક્ત પ્રયાસથી વિકસિત ‘જોરાવર’ લાઇટ ટેન્ક પ્રોજેક્ટનું આજે DRDOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સમીર વી કામતે ગુજરાતના હજીરામાં પરીક્ષણ કર્યું હતું. આ ટેન્ક ભારતીય સેનાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવ્યું છે, ખાસ કરીને પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સેનાનો સામનો કરવા માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે.

2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઇ જશે

આ ઓછા વજનના ટેન્કમાં પાણી વહન કરવાની ક્ષમતા પણ છે. તે ભારે T-72 અને T-90 ટેન્ક કરતાં વધુ સરળતા સાથે પહાડોમાં ઊંચાઈ પર ચઢી શકે છે અને નદીઓ અને અન્ય જળાશયોને પાર કરી શકે છે. DRDOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.કામતના જણાવ્યા અનુસાર આ ટેન્ક તમામ પરીક્ષણો બાદ 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ થઈ જશે.

“ભારત કોઈપણ કિંમતે તેની સુરક્ષા માટે કટિબદ્ધ”  ‘જોરાવર’થી વિશ્વને મોટો સંદેશ

L&Tના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અરુણ રામચંદાનીએ જણાવ્યું હતું કે સંયુક્ત વિકાસ મોડલને મોટી સફળતા મળી છે અને તે ખૂબ જ ટૂંકા ગાળામાં વિકસિત થયું છે. ‘જોરાવર’ એ ભારતની લશ્કરી શક્તિમાં નોંધપાત્ર ઉમેરો છે. તે આપણા સૈનિકો માટે માત્ર એક શક્તિશાળી હથિયાર નથી, પરંતુ તે વિશ્વને એક સંદેશ પણ આપે છે કે ભારત કોઈપણ કિંમતે તેની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ ટેન્કના વિકાસથી આપણા દુશ્મનોમાં ભય વધશે અને તેઓ ભારતની તાકાત સામે ઝૂકવા માટે મજબૂર થશે.

‘જોરાવર’ માત્ર ટેન્ક નથી, પરંતુ તે ભારતની એન્જિનિયરિંગ ક્ષમતા અને અદ્યતન ટેકનોલોજીનું પ્રતીક છે. આ ટેન્કના વિકાસથી ભારતીય સેના વધુ શક્તિશાળી અને આધુનિક બનશે, જે દેશની સુરક્ષાને મજબૂત બનાવશે.

આ પણ વાંચો : ઝારખંડ કૌભાંડ મામલે EDએ 4.2 કરોડની સંપત્તિ જપ્ત કરી, માલિક વિશે જાણો

Back to top button