ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિન બીબરનો કમાલ: 14 વર્ષ જુના ગીત પર મહેમાનો ઝૂમ્યા, જુઓ વીડિયો

  • જસ્ટિન બીબરે બેબી, નેવર લેટ યુ ગો, લવ યોર સેલ્ફ, પીચીસ જેવા પ્રખ્યાત અને સુપરહિટ ગીતો પરફોર્મ કર્યા 

મુંબઈ, 6 જુલાઇ: પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરવા માટે મુંબઈ પહોંચ્યો હતો અને હવે આ ઈવેન્ટના તેના વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પોતાના અવાજથી એવો જાદુ સર્જ્યો કે મહેમાનોને દિવાના બનાવી દીધા. આ સ્ટાર સ્ટડેડ ઈવેન્ટમાં તેણે 14 વર્ષ જૂનું ગીત તેમજ ઘણા પ્રખ્યાત અને સુપરહિટ ગીતો ગાયા, જેમાં ‘બેબી’, ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોર સેલ્ફ’, ‘પીચીસ’ જેવા પ્રખ્યાત ગીતો સામેલ છે. જેના પર મહેમાનો ઝૂમી ઉઠયા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતના ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના BKCમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક બહાર આવી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જસ્ટિન સ્ટેજ પર આવતાની સાથે જ મહેમાનો ડાન્સ કરવા મજબૂર બન્યા  

પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જસ્ટિને કયા-કયા ગીતો રાધિકા-અનંતના સંગીતમાં ગાયા?

બેબી ઉપરાંત, જસ્ટિને ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોર સેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા તેના લોકપ્રિય ગીતો ગાઈને પણ ઈવેન્ટને આકર્ષિત બનાવી હતી. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર જાવેદ જાફરીની દીકરીને ગળે મળ્યો હતો, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જસ્ટિન દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત હતા

ઉલ્લેખનીય છે કે, કેટલાક ખાનગી સમારંભો સિવાય, જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રામસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની અસર થઈ હતી, જેના કારણે તેના ચહેરા પર પણ અસર જોવા મળી હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી, તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ્દ કર્યો. આવી સ્થિતિમાં, બીબરના તે ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે, જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

કયા-કયા સ્ટાર્સ અનંત-રાધિકાના સંગીતમાં પહોંચ્યા હતા?

આ દરમિયાન, અનંત અને રાધિકાના સંગીત સમારોહ વિશે વાત કરવામાં આવે તો, તે એક સ્ટાર સ્ટડેડ ઇવેન્ટ હતી જેમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, એમ.એસ. ધોની-સાક્ષી ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને ઘણા સ્ટાર્સ સામેલ હતા. રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, માનુષી છિલ્લર, દિશા પટણી, રકુલ પ્રીત સિંહ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, એટલી કુમારે હાજરી આપી હતી.

આ પણ જુઓ: અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં ફરી વિદેશી કલાકારો આપશે પરફોર્મન્સ

Back to top button