ટોપ ન્યૂઝસ્પોર્ટસ

કાલથી ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે 5 T20 મેચ ટુર્નામેન્ટ, જાણો ક્યાં જોઈ શકાશે મેચ

Text To Speech

નવી દિલ્હી, 5 જુલાઈ : ભારત અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમો કાલથી 5 મેચની T20 શ્રેણીમાં ટકરાશે. ટી-20 વર્લ્ડ કપ 2024 પછી ભારતની આ પ્રથમ શ્રેણી છે. જ્યારે ઝિમ્બાબ્વે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શુભમન ગિલ કરશે. રોહિત શર્માએ વર્લ્ડ કપ બાદ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. અગાઉ સ્ટાર સ્પોર્ટ્સ પર ટીવી પર T20 વર્લ્ડ કપની મેચોનું લાઈવ પ્રસારણ થતું હતું અને ડિઝની હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ દેખાડવામાં આવતું હતું, પરંતુ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાતી T20 સિરીઝની મેચોનો આનંદ માણવા માટે તમારે ચેનલ બદલવી પડશે.

સોની ટીવી ઉપર બતાવાશે મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે યોજાનાર 5 T20 મેચનું પ્રસારણ જોવા માટે હવે સ્ટાર સ્પોર્ટ્સ કે હોટ સ્ટાર ઉપર નહીં પરંતુ સોની ચેનલ ચાલુ કરવી પડશે. જાણવા મળ્યા મુજબ આ મેચના પ્રસારણ માટેના રાઈટ્સ સોની ચેનલ દ્વારા ખરીદવામાં આવ્યા છે. જેના પગલે ટીવી ઉપર સોની નેટવર્ક ઉપર જોઈ શકાશે તેમજ મોબાઈલમાં જોવા માટે સોની લીવ શરૂ કરવું પડશે.

અનેક ખેલાડીઓ આ મેચથી ડેબ્યૂ કરશે

ભારતના ઘણા ખેલાડીઓ (IND vs ZIM) ને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ડેબ્યૂ કરવાની તક મળશે. અભિષેક શર્મા, હર્ષિત રાણા અને રિયાન પરાગને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રણેય ખેલાડીઓએ IPLની છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વેની કપ્તાની ઓલરાઉન્ડર સિકંદર રઝા કરશે. યજમાન ટીમે ભારતીય મૂળના ખેલાડી અંતુમ નકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

Back to top button