ગુજરાતટોપ ન્યૂઝ

દરેક જીલ્લામાં પક્ષના કાર્યાલયનું નિર્માણ થાય તે માટે વડાપ્રધાનનો સંકલ્પ ગુજરાતમાં મહંદઅંશે પુર્ણ થયો : સી.આર.પાટીલ

  • ગુજરાત પ્રદેશની બૃહદ કારોબારી બેઠક સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઇ
  • પ્રદેશ અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા તેમજ કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામા તેમજ કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિ
  • મોરબી પુલ દુર્ઘટના, વડોદરા હરણી દુર્ઘટના, રાજકોટ ગેમઝોનમાં થયેલ દુર્ધટના તેમજ પ્રદેશના જે કાર્યકર્તાઓ ઇશ્વરના ઘામમા પધાર્યા છે તેમના માટે બે મીનીટ મૌન પાડી આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાજંલી પાઠવી
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને ભ્રષ્ટાચાર મુકત બનાવવા કટીબદ્ધ : ભુપેન્દ્રભાઇ પટેલ
  • સૌનો સાથ સૌનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનુ સુત્ર નથી પરંતુ જીવનનો એક ભાગ છે : રત્નાકર

અમદાવાદ, 06 જુલાઈ : લોકસભા ચૂંટણીના પરિણામમા સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા એનડીએની સરકાર બની છે ત્યારે ગુજરાત પ્રદેશની બૃહદ કારોબારી બેઠક સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઇ. વિસ્તૃત કારોબારી બેઠક પ્રદેશ અધ્યક્ષ, પેજ સમિતિના પ્રણેતા તેમજ કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામા તેમજ કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંમભણીયા સહિત પ્રદેશના હોદ્દેદાર તેમજ મંડળના પ્રમુખ તેમજ અપેક્ષીત શ્રેણીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા મોરબી પુલ દુર્ઘટના,વડોદરા હરણી દુર્ઘધટના,રાજકોટ ગેમઝોનમાં થયેલ દુર્ઘટના તેમજ પ્રદેશના જે કાર્યકર્તાઓ ઇશ્વરના ઘામમા પધાર્યા છે તેમના માટે બે મીનીટ મૌન પાડી તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાજંલી પાઠવી હતી.

આખા દેશમા ગુજરાત એક માત્ર રાજય જેમા 74 લાખ પેજ કમિટિના વેરિફાઇડ સભ્યો : સી.આર.પાટીલ

પ્રદેશ કારોબારીમા પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દરેક જીલ્લામા પક્ષના કાર્યાલયનુ નિર્માણ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ હતો તે ગુજરાતમા મહંદઅંશે પુર્ણ થયો છે. ગુજરાત એક માત્ર રાજય છે જ્યા જીલ્લાના કાર્યાલયનુ નિર્માણ મોટા ભાગે પુર્ણ થયુ છે.આખા દેશમા ગુજરાત એક માત્ર રાજય છે જેમા 74 લાખ પેજ કમિટિના વેરિફાઇડ સભ્યો છે, પેજ કમિટિએ પાર્ટીની મુડી છે. સી.આર.પાટીલએ કાર્યકર્તાનો દાખલો આપતા જણાવ્યું કે,એક કાર્યકર્તા કોઇ જગ્યાએ ચા પિવા ઉભા રહ્યા હતા અને ત્યારે કોઇ કાર્યકર્તા આવ્યા અને આગેવાને એ કાર્યકર્તાને ઓળખી ગયા અને તેમને પુછયુ કે કયા જાવ છો તેમનો આ જવાબ સાંભળી આપણને સૌને ઉર્જા મળે તે પ્રકારનો જવાબ હતો. તેમને કહ્યુ કે પેજ કમિટીનુ કામ સમયસર પુરુ કરવાનુ છે એટલે ડેટા એન્ટ્રી આપવા જવ છુ. ઠંડી હોવા છતા સમયસર કામ પુરુ થાય તે માટે બાઇક પર જઇને પણ કામ પુરુ કરવાનો ઉત્સાહ બતાવ્યો.

દેશમા યુવાનોની આકંક્ષા, અપેક્ષા ખૂબ મોટી છે ત્યારે તેમને નરેન્દ્રભાઇ મોદીનુ માર્ગદર્શન મળતું રહેશે : મુખ્યમંત્રી

પ્રદેશ કારોબારી બેઠકમા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી ચૂંટણી અભિયાનમા નરેન્દ્રભાઇ મોદીને દેશની જનતાએ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવ્યા છે. દેશમા યુવાનોની આકંક્ષા,અપેક્ષા ખૂબ મોટી છે ત્યારે તેમને ત્રીજી વખત વિઝનરી નેતા નરેન્દ્રભાઇ મોદીનુ માર્ગદર્શન મળશે તે આપણા માટે મોટી વાત છે. દેશની જનતાએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીને જવાબદારી આપી છે તે જ દર્શાવે છે કે જનતાને નરેન્દ્રભાઇ મોદી પર અતૂટ વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દસ વર્ષમા સેવા સુશાસન,પ્રજા કલ્યાણના કામોને પ્રાધાન્ય આપ્યુ છે જેને જનતાએ ચૂંટણીમા મતરૂપી આશિર્વાદ આપ્યા છે.

રત્નાકરએ લોકસભા ચૂંટણીમા વિસ્તાર દીઠ તેમજ બૂથ વાઇસ ભાજપની સ્થિતિ અંગે વિસ્તૃત માહીતી આપી

પ્રદેશ કારોબારી બેઠકમા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતના કાર્યકર્તાઓને એક એવા અધ્યક્ષ મળ્યા છે કે જેઓ દરેક કાર્યકર્તાને મળ્યા છે અને તેમની સ્મૃતિ કાર્યકર્તાઓ પાસે છે તે એક વિશેષ મહત્વની વાત છે. રત્નાકરએ લોકસભા ચૂંટણીમા વિસ્તાર દીઠ તેમજ બૂથ વાઇસ ભાજપ કઇ કઇ જગ્યાએ આગળ રહ્યુ અને કઇ જગ્યાએ પાછળ જતુ દેખાઇ રહ્યુ છે તે અંગે વિસ્તૃત માહીતી આપી. લોકસભા ચૂંટણીમા ગુજરાત 25 બેઠકો જીતવામા સફળ રહ્યુ છે પરંતુ બનાસકાંઠાની એક બેઠક ગુમાવી છે તેમા આપણી કયાંક ભૂલ રહી ગઇ છે.

પીએમ મોદીના આશિર્વાદથી આ વખતે લોકસભા ચૂંટણી લડવાની તક મળી : પિયુષ ગોયલ

પ્રદેશ કારોબારીમા કેન્દ્રીય મંત્રી પિયુષભાઇ ગોયલએ સંબોધન કરતા જણાવ્યું કે, પીએમ મોદીના આશિર્વાદથી આ વખતે લોકસભા ચૂંટણી લડવાની તક મળી અને ગુજરાતના કાર્યકર્તાઓના સાથને કારણે જીત પણ મળી તે બદલ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરુ છું. ગુજરાતે દેશની જનતાને અનમોલ ભેટ આપી છે જેનો દેશ રૂણી છે જેમને નરેન્દ્રભાઇ મોદી જેવા નેતા દેશને આપ્યા છે. પીએમ મોદી દસ વર્ષ વિકાસના ખૂબ કાર્યો કર્યા છે જેના કારણે જનતાએ ફરી પીએમ મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. આ વખતે મોદી 3.0મા મોદી સરકાર ત્રણ ગણી ગતીથી વિકાસના કાર્યો કરશે. નરેન્દ્રભાઈએ દસ વર્ષમા દેશની અર્થવ્યવસ્થા પાંચમા સ્થાને પહોચાડી છે.

આ પણ વાંચો : અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

Back to top button