પ્લેનમાં વારંવાર સર્વિસ બટન દબાવવું પેસેન્જરને ભારે પડ્યું, એરલાઈન ક્રૂએ નોંધાવી ફરિયાદ
- દુબઈથી મંગલુરુ આવી રહેલી ફ્લાઈટમાં બન્યો બનાવ
- વારંવાર સર્વિસ બટન દબાવીને પેસેન્જર એરલાઈન ક્રૂને કરી રહ્યો હતો પરેશાન
- પરેશાન ઉપરાંત વિચિત્ર પ્રશ્નો પુછવા બદલ ક્રૂ એ નોંંધાવી ફરિયાદ
મંગલુરૂ, 11 મે: દુબઈથી મંગલુરૂ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક વ્યક્તિને એર હોસ્ટેસને વારંવાર બટન દબાવીને બોલાવવું અને તેમને વિચિત્ર પ્રશ્નો પૂછવા ભારે પડ્યા છે. એરલાઈન ક્રૂએ તેની સામે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.
પોલીસે જણાવ્યું કે ઉડાનના સુરક્ષા સંયોજક સિદ્ધાર્થ દાસે બાજપે પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ બીસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 9મી મેની સવારે બની હતી, જેના સંદર્ભમાં તે જ દિવસે સાંજે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મોહમ્મદ 8 મેની રાત્રે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ દ્વારા દુબઈથી મંગલુરૂ ગયો હતો અને બીજા દિવસે સવારે 7.30 વાગ્યે મંગલુરૂ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો હતો. દુબઈથી ફ્લાઈટ ટેકઓફ થયા બાદ મોહમ્મદ ટોઈલેટમાં ગયો અને પછી બહાર આવ્યો અને કેબિન ક્રૂને ક્રિષ્ના નામના વ્યક્તિના ઠેકાણા વિશે પૂછ્યું. ત્યારપછી કેબિન ક્રૂએ ફ્લાઈટના પેસેન્જર્સનું લિસ્ટ ચેક કર્યું, પરંતુ તેમાં કૃષ્ણા નામની કોઈ વ્યક્તિ નહોતી.
પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં દાસે આરોપ લગાવ્યો હતો કે મોહમ્મદે ત્યારપછી નકામા પ્રશ્નો પૂછીને અને કોઈ પણ કારણ વગર ઘણી વખત સર્વિસ બટન દબાવીને કેબિન ક્રૂને હેરાન કર્યા હતા. આ પછી, તેણે ફ્લાઈટમાં હાજર લાઈફ જેકેટ ઉતાર્યું અને કેબિન ક્રૂ મેમ્બર્સને આપ્યું અને કહ્યું કે તે લેન્ડિંગ પછી તેનો ઉપયોગ કરશે.
આ પણ વાંચો: UPમાં માણસ બન્યો જાનવર! માતા-પત્નીની હત્યા કરી ત્રણ બાળકોને ધાબા પરથી ફેંક્યા