અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

દાળના વેપારીઓને સરકારની કડક ચેતવણી, કહ્યું- આવું કરશે તો પગલાં લેવાશે

  • આયાતકારો, મિલ માલિકો, સ્ટોકિસ્ટો, છૂટક વિક્રેતાઓએ દાળનો સ્ટોક જાહેર કરવાનો રહેશે

નવી દિલ્હી, 13 એપ્રિલ: દાળની કિંમતો નીચે લાવવા માટે, સરકારે વેપારીઓને ચેતવણી આપી છે કે જે લોકો દાળના વાયદાના વેપારમાં સંડોવાયેલા છે તેમની સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપભોક્તા કાર્ય વિભાગના સચિવ નિધિ ખરેએ 15 એપ્રિલથી ઑનલાઇન સ્ટોક મોનિટરિંગ કરવા માટે દાળ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની તેમની વાતચીત દરમિયાન વેપારીઓને આ સંદેશ આપ્યો હતો, તેમ આજે શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.  આયાતકારો, મિલ માલિકો, સ્ટોકિસ્ટો, છૂટક વિક્રેતાઓ વગેરેને 15 એપ્રિલથી સાપ્તાહિક ધોરણે પોર્ટલ પર આયાતી પીળા વટાણા સહિત દાળનો સ્ટોક જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે.

 

દાળના ભાવ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો 

સ્થાનિક બજારમાં કિંમતો ઘટાડવા માટે સરકાર મ્યાનમારથી દાળની વધુ આયાત કરવાની પણ વ્યવસ્થા કરી રહી છે. ખાદ્ય મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. પરિણામે માર્ચમાં CPI ફુગાવો ઘટીને 4.85 ટકાના નવ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. દાળના ભાવમાં વધારો ધીમો પડ્યો છે, પરંતુ તે હજુ પણ 17.7 ટકા પર છે. સચિવ નિધિ ખરેએ યાંગૂનમાં ભારતીય મિશન સાથે મ્યાનમારથી દાળની આયાત સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. ભારતીય મિશને માહિતી આપી હતી કે, વેપાર વ્યવહારોને સરળ બનાવવા અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રૂપિયા-ક્યાટ સેટલમેન્ટ મિકેનિઝમ(તંત્ર) 25 જાન્યુઆરી, 2024થી શરૂ કરવામાં આવ્યું છે.

સ્ટોકિસ્ટોએ સ્ટોકની માહિતી આપવાની રહેશે

આયાતકારો, મિલ માલિકો, સ્ટોકિસ્ટો, છૂટક વિક્રેતાઓ વગેરેને 15 એપ્રિલથી સાપ્તાહિક ધોરણે પોર્ટલ પર આયાતી પીળા વટાણા સહિત દાળનો સ્ટોક જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. મ્યાનમારની સેન્ટ્રલ બેંકે આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ સ્પેશિયલ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA) હેઠળ ચુકવણી પ્રક્રિયાઓ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. નવું મિકેનિઝમ દરિયાઈ અને સરહદ બંને તરફ વેપાર અને માલસામાન તેમજ સેવાઓના વેપાર પર પણ લાગુ થશે. વેપારીઓ દ્વારા આ મિકેનિઝમ અપનાવવાથી ચલણ વિનિમય દરો સંબંધિત ગૂંચવણો દૂર થશે.

આ પણ જુઓ: શાકભાજી વેચવાની નૌટંકી પણ આ દિવસોમાં કરવી પડે, ગેહલોતના પુત્રવધૂએ આ રીતે કર્યો પ્રચાર

Back to top button