ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

RBIએ નિયમોના ઉલ્લંઘન બદલ IDFC ફર્સ્ટ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો

Text To Speech
  • LIC હાઉસિંગ ફાઇનાન્સ પર પણ 49.70 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી, 7 એપ્રિલ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દેશની તમામ બેંકો અથવા નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (NBFCs)ની કામગીરી પર નજર રાખે છે. જ્યારે પણ કોઈ બેંક RBIના નિયમોની અવગણના કરીને પોતાની મનમાની કરે છે, ત્યારે કેન્દ્રીય બેંક તેના પર દંડ લાદી શકે છે. આ શ્રેણીમાં ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે IDFC ફર્સ્ટ બેંક અને  LIC હાઉસિંગ ફાઇનાન્સને મોટો ઝટકો આપ્યો છે. જેમાં RBIએ કેટલાક ચોક્કસ નિયમોના ઉલ્લંઘન બદલ IDFC ફર્સ્ટ બેંક પર 1 કરોડ રૂપિયા અને LIC હાઉસિંગ ફાઇનાન્સ પર 49.70 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

 

રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમણે IDFC ફર્સ્ટ બેંક પર આ દંડ ‘લોન અને એડવાન્સિસ સ્ટેચ્યુટરી તેમજ અન્ય પ્રતિબંધો’ પરના અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ ફટકાર્યો છે. જ્યારે LIC હાઉસિંગ ફાઇનાન્સ પર RBI દ્વારા જારી કરાયેલી ‘નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની – હાઉસિંગ ફાઇનાન્સ કંપની (રિઝર્વ બેંક) નિર્દેશો, 2021’ ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

4 NBFCનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું

આ દરમિયાન, RBIએ ચાર NBFCs જેવી કે કુંડલ્સ મોટર ફાઇનાન્સ, નિત્યા ફાઇનાન્સ, ભાટિયા હાયર પરચેઝ અને જીવનજ્યોતિ ડિપોઝિટ એન્ડ એડવાન્સિસના નોંધણીનું પ્રમાણપત્ર (CoR) રદ કર્યું છે. જેથી આ થયા બાદ હવે આ કંપનીઓ NBFC બિઝનેસ નહીં કરી શકે.

5 NBFCએ નોંધણીનું પ્રમાણપત્ર પરત કર્યું

આ ઉપરાંત, અન્ય 5 NBFCs જેવી કે ગ્રોઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇનાન્સ (ઇન્ડિયા), ઇન્વેલ કોમર્શિયલ, મોહન ફાઇનાન્સ, સરસ્વતી પ્રોપર્ટીઝ અને ક્વિકર માર્કેટિંગે તેમના નોંધણીના પ્રમાણપત્રો પરત કર્યા છે.

આ પણ જુઓ: Wipro ના CEO ડેલાપોર્ટનું રાજીનામું, શ્રીનિવાસ પલ્લિયા સંભાળશે તેમનું પદ

Back to top button