ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રાહુલ ગાંધી પર ન્યાય યાત્રામાં વપરાયેલા વાહનોના પૈસા ન ચૂકવવાનો આરોપ, વેપારીઓએ ખુદ જણાવી આપવીતી

Text To Speech
  • બુલંદશહેરના વેપારીઓએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગયા વર્ષે કાઢવામાં આવેલી યાત્રામાં વપરાયેલા વાહનોના પુરા પૈસા ચૂકવવામાં આવ્યા નથી

બુલંદશહેર, 3 એપ્રિલ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તાજેતરમાં પૂર્ણ થયેલી ભારત જોડો ન્યાય યાત્રામાં વપરાયેલા વાહનોના વળતર રુપે કોંગ્રેસે પુરા પૈસા ન ચૂકવ્યા હોવાનો વેપારીઓએ આરોપ લાગ્યો છે. બુલંદશહેરના અનુપશહર કોતવાલી વિસ્તારના રોરા ગામના રહેવાસી મોતી, સતેન્દ્ર, ધર્મેન્દ્ર, રામકિશન, જેઓ દિલ્હીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે, તેમણે યાત્રામાં વપરાયેલા 25થી વધુ વાહનો માટે પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે યાત્રાના જવાબદાર લોકોને અનેક વિનંતીઓ કરવા છતાં હજુ સુધી અમારા બાકી રહેલા પૈસા ચૂકવવામાં આવ્યા નથી.

 

યાત્રામાં વપરાયેલા વાહનોના ભાડા ન ચૂક્વ્યાનો લાગ્યો આરોપ

વેપારીઓએ કહ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રામાં અમારા કન્ટેનર વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વાહનોના ભાડા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: વાયનાડમાં રાહુલ ગાંધી અને CPIનાં એની રાજાએ ઉમેદવારીપત્રો ભર્યાં

Back to top button