ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શાકભાજી વેચવાની નૌટંકી પણ આ દિવસોમાં કરવી પડે, ગેહલોતના પુત્રવધૂએ આ રીતે કર્યો પ્રચાર

Text To Speech
  • જાલોર સિરોહી બેઠક પર પૂર્વ CM અશોક ગેહલોતના પુત્રના સમર્થનમાં પુત્રવધૂએ પ્રચારની કમાન સંભાળી

રાજસ્થાન, 13 એપ્રિલ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ છે અને આ વખતે સાત તબક્કામાં મતદાન પહેલા ઘણી એવી તસવીરો બહાર આવી રહી છે જેને જોઈને જનતા પણ આશ્ચર્યમાં મુકાઇ જાય છે. મતદાન પહેલા કેટલાક ઉમેદવારો જીતવા માટે વિચિત્ર યુક્તિઓ અપનાવી રહ્યા છે. આવું જ એક દ્રશ્ય રાજસ્થાનના જાલોરમાં જોવા મળ્યું જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રવધૂ શાકભાજી વેચતી જોવા મળી. હકીકતમાં, જાલોર સિરોહી બેઠક પર પતિ વૈભવ ગેહલોતના સમર્થનમાં  તેમના પત્ની હિમાંશી ગેહલોત અને પુત્રીએ પ્રચારની કમાન સંભાળી છે. તે જ સમયે, હિમાંશી ગેહલોત જાલોરમાં શાકભાજી વેચતા જોવા મળ્યા હતા, જ્યારે પુત્રી તેના પિતા વૈભવને જીતાડવા માટે ઘરે-ઘરે જઈને અપીલ કરી રહી હતી.

Himanshi Gehlot
@Himanshi Gehlot

હિમાંશી ગેહલોત ગામે-ગામ જઈને પતિ વૈભવ ગેહલોત માટે વોટની અપીલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતએ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા છે અને પાર્ટીના હાઈકમાન્ડ સુધી તેમની સીધી પહોંચ છે. કોઈપણ પ્રકારના નિર્ણયમાં ગેહલોતનો અભિપ્રાય ચોક્કસ લેવામાં આવે છે. જો કે ગેહલોત હવે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી છે અને તેમના પુત્ર વૈભવ ગેહલોત આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

Himanshi Gehlot
@Himanshi Gehlot

વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્રવધૂ હિમાંશી ગેહલોત જાલોર-જેસલમેર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા તેમના પતિ વૈભવ ગેહલોત માટે પ્રચારમાં વ્યસ્ત છે. વૈભવ ગેહલોત અને હિમાંશીની પુત્રી પણ તેમની સાથે છે. બંનેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વૈભવ ગહલોતના પત્ની હિમાંશી ગેહલોતે તેનો અભ્યાસ સિડનીમાંથી પૂર્ણ કર્યો છે અને હાલમાં તે NGO ચલાવે છે, જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે. વૈભવ અને હિમાંશીને કાશ્વની નામની એક જ દીકરી છે. હિમાંશીની જેમ કાશ્વનીને પણ પેઇન્ટિંગનો શોખ છે, તેઓ બંને વૈભવ માટે પ્રચાર કરી રહ્યાં છે.

આ પણ જુઓ: ચૂંટણી પ્રચાર કે પિકનિક! હેમા માલિની અહીં ક્યાં પહોંચી ગયાં?

Back to top button