રસ્તા પર જઈ રહેલા યુવકને આવ્યો હાર્ટ એટેક, જમીન પર ઢળી પડતા કાર ફરી વળી, જૂઓ CCTV
- 22 વર્ષીય યુવકને બજારમાં ચાલતાં ચાલતાં આવ્યો હાર્ટ એટેક
- હાર્ટ એટેક આવતાં જ યુવક જમીન પર ઢળી પડ્યો અને કાર ઉપરથી પસાર થઈ
ઉત્તર પ્રદેશ, 31 જાન્યુઆરી: આજકાલ હાર્ટ એટેકના કેસની સંખ્યા ખુબજ વધી છે. અનેક લોકો હાર્ટ એટેક આવવાથી મૃત્યુપામી રહ્યા છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના લખીમપુર શહેરમાં એક 22 વર્ષીય યુવકને બજારમાં ચાલતા ચાલતા અચાનક હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતાની સાથે જ યુવક રસ્તા પર ઢળી પડે છે અને પાછળથી આવી રહેલી કાર તેના પરથી પસાર થઈ જાય છે. આ ઘટના મંગળવારની સાંજે બની છે, બનેલી ઘટના દુકાન આગળ લગાવેલ CCTVમાં કેદ થઈ હતી.
યુવક દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો, આવ્યો હાર્ટ એટેક, જૂઓ વીડિયો
View this post on Instagram
વીડિયો લખીમપુર શહેરના હીરાલાલ ધર્મશાળા પાસેનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક હાથમાં બેગ લઈને ચાલી રહ્યો છે ત્યારે અચાનક તેના હાથ-પગ ઢીલા થઈ જાય છે અને તે રોડ પર ઢળી પડે છે. યુવકની બરાબર પાછળ આવી રહેલી લાલ રંગની કાર તેના પરથી પસાર થઈ જાય છે. અકસ્માતમાં યુવકને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને થોડી જ વારમાં તેને ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. આશંકા છે કે યુવકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેણે હોશ ગુમાવ્યો હતો.
માથામાં ગંભીર ઈજાના કારણે મૃત્યુ
એસપી ખેરી ગણેશ સાહાએ જણાવ્યું કે યુવકની ઓળખ કાશીરામ કોલોનીના રહેવાસી 22 વર્ષીય સુમિત મૌર્ય તરીકે થઈ છે. રાત્રે જ તેમને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યા હતો. કહેવામાં આવી રહ્યું છે કે માથામાં ગંભીર ઈજાના કારણે યુવકનું મૃત્યુ થયું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: હમાસના જેહાદીઓ જેવી સુરંગ નકસ્લીઓએ દાંતેવાડામાં બનાવી, જૂઓ વીડિયો