
અરવલ્લી જિલ્લાના માલપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પુરપાટ ઝડપે આવતી કારે અંબાજી જતા પદયાત્રીઓને અડફેટે લીધા હતા જેમાં 7ના મોત થયા છે. જયારે 5 સારવાર હઠળ છે. જયારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50, 000 ની સહાય આપશે.’
गुजरात के अरावली ज़िले में अंबाजी की ओर जा रहे लोगों को एक कार ने कुचला। हादसे में 6 लोगों की मृत्यु और 7 लोग घायल हुए। घायलों को अस्पताल में भर्ती कराया गया: पुलिस pic.twitter.com/nBCqjjQMbi
— ANI_HindiNews (@AHindinews) September 2, 2022
અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 2, 2022
અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત
માલપુરના કૃષ્ણપુરા નજીક શામળાજી-ગોધરા સ્ટેટ હાઈવે પરથી પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન અચાનક પુરપાટ આવતી કારે 12 પદયાત્રીઓને અડેફેટે લીધા હતા. જેમાં 7 લોકોના મોત થયા છે જયારે અન્ય 5 ઈજાગ્રસ્તની માલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલ તાલુકાના અલાલી ગામના હતા. જેઓ અંબાજી પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ અને 108 ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર અર્થે ખસેડી પોલીસે કાર ચાલકની તપાસ શરુ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે












